પાકિસ્તાનના હૈદરાબાદમાં એક હિન્દુ ડોક્ટરનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને ડોક્ટરના ડ્રાઈવરે જ અંજામ આપ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. મૃતક ડોક્ટરની ઓળખ ધરમ દેવ રાઠી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ મંગળવારે ધરમદેવ રાઠીના ડ્રાઈવરે ઘરની અંદર આ ઘટનાને અંજામ આપ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ડ્રાઈવરે ડૉક્ટરને ચાકુ વડે ગળું કાપી નાખ્યું હતુ.ડોક્ટરના રસોઈયાએ પોલીસને સંપૂર્ણ માહિતી આપી
સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે બુધવારે આરોપી ડ્રાઈવરની ખેરપુર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ હનીફ લેઘારી તરીકે થઈ છે. ડોક્ટરના રસોઈયાએ પોલીસને જણાવ્યું હતું કે, ઘરે જતા સમયે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપી ડ્રાઈવરે ઘરની અંદરથી છરી કાઢી અને ડોક્ટરનું ગળું કાપીને હત્યા કરી નાખી. ગુનો કર્યા બાદ આરોપી ડ્રાઈવર મૃતક ડોક્ટરની કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉ. ધરમ દેવ રાઠી હૈદરાબાદ વિસ્તારના સ્કિન સ્પેશિયાલિસ્ટ હતા. પાકિસ્તાનના લઘુમતી બાબતોના પ્રાંતીય મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ 24 કલાકમાં શંકાસ્પદની ધરપકડ કરવા બદલ પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે મૃતક તબીબના પરિવારને ન્યાયની ખાતરી પણ આપી હતી.
આ પણ વાંચો : શું સતીશ કૌશિકના મૃત્યુમાં કંઈ ગડબડ છે? દિલ્હી પોલીસે શરૂ કરી તપાસ, પીએમ મોદીએ કહી આ વાત
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહિલા પાંખના વડા ફરયાલ તાલપુરે હત્યાની નિંદા કરી અને ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી. તેમણે ડોક્ટરના પરિવારને ન્યાયની ખાતરી પણ આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટના દુઃખદ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે હિન્દુ સમુદાય હોળીની ઉજવણી કરી રહ્યો હતો.