પાલનપુર : ભાભરના ઇન્દિરા નગરમાં વીજ કરંટથી બે પશુઓના મોત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં ભેંસો ચરાવવા ગયેલા પશુપાલકના બે પશુઓને વીજ કરંટ લાગતા આ પશુઓ મોતને ભેટયા હતા.આ ઘટનાને પગલે વીજ કંપનીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વિદ્યુતબોર્ડની ટીમ પહોંચી ઘટના સ્થળે
ભાભરના ઇન્દિરા નગર વિસ્તારમાં પશુ પાલક પરમાર ચેહરાભાઈ તેમના ભાઈ ખાનાભાઈની ભેંસોને લઈને ખેતરમાં ચરાવવા માટે લઈ ગયા હતા. ખેતરમાં આ ભેંસો ચરી રહી હતી, દરમિયાન વીજ થાંભલાના સંસર્ગમાં આવી જતા બે ભેંસોનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું.
વીજ કરંટ લાગતા જ બે ભેંસો ઘટના સ્થળે જ મૃત્યુ પામતા પશુપાલકના માથે જાણે આભ તૂટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભેંસોના મોતના કારણે પશુપાલકને રૂપિયા એક લાખ ઉપરાંતનું નુકસાન થયું છે. જ્યારે આ ઘટનાના સમાચાર મળતા વીજ કંપનીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :શાકભાજી વેચનારના ખાતામાં રૂ.172 કરોડ રૂપીયા, Incometax ની નોટિસ મળતા..