અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદ : મોહનથાળના પ્રસાદનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચશે
પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્ષોથી ભક્તોને પ્રસાદ રૂપે મોહનથાળ આપવામાં આવતો હતો. જેને મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવાના તંત્રના નિર્ણય કરવામાં આવતા માઈભક્તોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વર્ષોથી આ પ્રસાદનું વિતરણ કરવામાં આવતુ હતચુ અને તેને અચાનક જ બંધ કરતા અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધ દિવસેને દિવસે વધુ વકર્યો છે. અને આવતા મંગળવારે હાઇકોર્ટમાં આ પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે.
હાઇકોર્ટમાં પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે
અંબાજી મંદિરના પ્રસાદનો વિવાદ દિવસેને દિવસે વધતો જાય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં અપાતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરી દેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને તેને ફરીથી ચાલુ કરાવવા માટે હિન્દુ સંગઠનો સહિત અનેક લોકો માંગણી કરી રહ્યા છે. ત્યારે હવે આવતા મંગળવારે હાઇકોર્ટમાં પ્રસાદ મામલે PIL દાખલ થઈ શકે છે. હાલ હાઈકોર્ટમાં હોળીનું વેકેશન ચાલી રહ્યું છે. જેને કારણે આવતા સપ્તાહે PIL દાખલ થઈ શકે છે.
સાત દિવસ બાદ પણ વિવાદનો ઉકેલ નહીં
તો બીજી તરફ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મામલે શનિવારે હિન્દુ સંગઠન અંબાજી મંદિર ખાતે ધરણા કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત દિવસથી આ પ્રસાદનો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. અંબાજી મંદિરમાં સર્જાયેલા પ્રસાદ વિવાદ મામલે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો પરંતુ તેમને માઇભક્તોને પ્રસાદના વિષયમાં બેફીકર રહેવાની હૈયાધારણા આપી હતી.
આ પણ વાંચો : જાહેરાત કર્યા બાદ ડુગળીની ખરીદી ન થતાં, આ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અટવાયા