અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમાઈ રહી છે. ત્યારે આ ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલબેનીઝ પણ આવી પહોંચ્યા છે. ત્યારે બંન્ને વડાપ્રધાનની હાજરીથી માહોલ બરાબરનો જામ્યો છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. અને વડાપ્રધાનના ફેન્સ પણ નરેન્દ્ર મોદી સ્ટેડયમમાં પહોંચતાની સાથે જ મોદી મોદીના નારા લગાવવા લાગ્યા હતા.
સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચ સિરીઝમાં મોટી સંખ્યામાં ફેન્સ જોવા માટે આવ્યા છે. અને આજે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બંને મેચ જોવા માટે આવ્યા હોવાથી આ મેચને લઈને લોકોમાં ઉત્સાહ ખૂબ વધી ગયો છે. આજે સવારે સાત વાગ્યાથી લોકોની ભીડ ઊમટી પડી હતી. દૂર દૂર સુધી હજારો લોકોની ભીડ જોવા મળી હતી. મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં આવી પહોંચ્યા છે. આ મેચ જોવા માટે માત્ર અમદાવાદના જ નહીં સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા, જામનગર, મહેસાણા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. તેમજ આ મેચમાં નાના બાળકો પણ મેચ જોવા માટે ઘણા ઉત્સાહ પૂર્વક આવ્યા છે. આ વડાપ્રધાન નરન્દ્ર મોદીના નાના ફેન્સ છોટા મોદી બનીને આવેલ જોવા મળ્યા હતા.
બન્ને દેશના PMની હાજરીમાં ટૉસ થયો હતો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલબેનીઝની હાજરીમાં ટૉસ થયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીઘો હતો. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો જેમા મોહમ્મદલ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને સ્થાન આપવામાં આવ્યું હતુ.
ભાજપ દ્વારા નાસ્તાની કીટ પણ અપાઈ
આ મેચ જોવા માટે ભાજપના કાર્યકરો પણ આવ્યા છે. આ તમામ કાર્યકર્તાઓને ભાજપ દ્વારા ટિકિટો આપવામાં આવી હતી. તેમજ મેચની ટિકિટની સાથે સાથે તેમને નાસ્તા અને જમવાના ફૂડ કૂપનો પણ આપવામાં આવ્યા હતા. અહી આવતા તમામ કાર્યકર્તાઓ ટિકિટ સાથે તેઓને નાસ્તામાં કચોરી, ક્રીમ રોલ, ખમણ તેમજ સોફ્ટ ડ્રિન્કમાં માઝાનું નાનું ટેટ્રા પેકેટ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં પલસાણાના તાતીથૈયામાં મીલમાં આગ, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન