કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

ખેડૂતની માઠી દશા ! કમોસમી વરસાદ બાદ આગે ખેડૂતનું જીવન કર્યું ખાખ

Text To Speech
  • ખંભાળિયાના સિદ્ધપુર ગામે 25 વિઘાના ખેતરમાં આગ લાગતા રવિ પાકને નુકસાન
  • ધાણા મેથી અને જીરુ ના તૈયાર થયેલ પાકમાં આગ લાગતાં બળીને ખાખ
  • વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

ખંભાળિયાના સિદ્ધપુર ગામે 25 વિધાના ખેતરમાં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં પલસાણાના તાતીથૈયામાં મીલમાં આગ, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સિદ્ધપુર ગામે 25 વિધાના ખેતરમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. આગને પગલે દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ખેડૂતે મહા મહેનતે 25 વિધાના ખેતરમાં જીરૂ, ઘાણાનો પાકનું વાવેતર કર્યુ હતું. પરંતુ પાક માર્કટ યાર્ડ પહોંચે તે પહેલા જ બળીને ખાખ થઈ ગયો હતો. જેને પગલે ખેડૂતને પારાવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે.

કુદરતી મુશ્કેલી વચ્ચે વધુ એક મુસીબત

એક તરફ હજુ ખેડૂતો કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના આધાતમાંથી બહાર આવ્યા નથી. બનાસકાંઠા, રાજકોટ અને અમરેલી જિલ્લાના ખેડૂતોને માથે ફરી એકવાર ચિંતાના વાદળ ઘેરાયા છે. પહેલા બટાકામાં ભાવ તળિયે બેસી ગયા, ત્યારે ખેડૂતોને અન્ય પાક પર આશા હતી. જગતનો તાત વિચારતો હતો કે તમાકુ, રાજગરા, વરીયાળી જેવા પાકમાંથી આવક મળી રહેશે જેથી ગુજરાન ચલાવું આસાન થશે. પરંતુ સતત ચાર દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદે ઉભા પાકને નુકસાન થયુ છે. ત્યારે આ ખેડૂતો સરકાર સરવે કરી યોગ્ય સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ઈન્સ્ટાગ્રામ ફરી એકવાર ડાઉન થતા યુઝર્સને હાલાકી

હાલમાં થયેલા માવઠાથી વરિયાળી, તમાકુ, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે, ત્યારે કુદરતી પ્રકોપ સામે લાચાર ખેડૂતો વહેલામાં વહેલી તકે સરવે કરી સહાય ચૂકવવા સરકાર સમક્ષ માગ કરી રહ્યા છે.

Back to top button