સુરતમાં પલસાણાના તાતીથૈયામાં મીલમાં આગ, શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સુરતમાં વધુ એક વાર આગની ઘટના સામે આવી છે. સુરતના પલસાણાના તાતીથૈયા ખાતે આવેલી એક મિલમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અહી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
કદામવાળા મિલમાં આગ લાગી
સુરતમાં પલસાણાના તાતીથૈયામાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જાણકારી મુજબ ગઈ કાલે મોડી રાત્રે સુરતના પલસાણામાં આવેલ તાતીથૈયાની કદામવાળા મિલમાં ભીષણ આગ લાગી હતી. આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ફાયરની 15 જેટલી ગાડીઓ આગ પર કાબુ મેળવ્યો
આગની આ ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયરની 15 જેટલી ગાડીઓને બોલાવવી પડી હતી. સુરત, બારડોલી, પલસાણા અને કામરેજની ફાયર ટીમ ઘટના સ્થળે પોંહચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તેમજ મીલમાં આગ લાગતા કોઈ જામહાની થઈ નહોતી પરંતુ કરોડો રુપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : ઈન્સ્ટાગ્રામ ફરી એકવાર ડાઉન થતા યુઝર્સને હાલાકી