અમેરિકામાં ગર્ભપાત પર પ્રતિબંધના વિરોધમાં પ્રદર્શન, મહિલાઓએ કર્યો કેસ
અમેરિકાના અનેક રાજ્યોમાં ‘ગર્ભપાત કાયદા’નો વિરોધ ઉગ્ર બન્યો છે. ગયા વર્ષે, અહીંની સુપ્રીમ કોર્ટે એક કાયદામાં ફેરફાર કર્યો હતો, જે પછી ગર્ભપાતના અધિકારના સમર્થકો અને હજારો મહિલાઓએ દેશભરમાં રેલીઓ કાઢી હતી. વ્હાઇટ હાઉસ અને અમેરિકી સંસદ કેપિટોલ હિલની સામે દેખાવો યોજાયા હતા. હવે ઘણી મહિલાઓએ કેસ પણ કર્યા છે.
ગર્ભપાત પ્રતિબંધ સામે કેસ
જે મહિલાઓએ કેસ દાખલ કર્યો છે તેઓ માંગ કરી રહી છે કે ગર્ભપાત પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ અને તેમને ગર્ભપાતનો અધિકાર મળવો જોઈએ. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેક્સાસમાં 5 મહિલાઓએ ગર્ભપાત પર પ્રતિબંધ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મહિલાઓનું કહેવું છે કે જ્યારે તેમના જીવ પર ખતરો હતો ત્યારે પણ તેમને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સોમવારે કોર્ટમાં કેસ દાખલ કરતી વખતે તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે ‘ગર્ભપાત કાયદા’ના કારણે ડૉક્ટરો સમજી શકતા નથી કે કોને ગર્ભપાત કરાવવો જોઈએ અને કોને નહીં. ઘણી વખત ડોક્ટરોએ મહિલાઓને પરત મોકલી હતી. ડોક્ટરો તેમની સામે કાર્યવાહીથી ડરે છે.
ગર્ભપાતનું બંધારણીય રક્ષણ નાબૂદ કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ગર્ભપાતને લગતો 50 વર્ષ જૂનો કાયદો હતો, જે મુજબ મહિલાઓ કોઈપણ સમયે ગર્ભપાત કરાવી શકે છે. જેને 24 જૂન, 2022ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે રદ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ભ્રૂણ હત્યા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સરકાર પણ ઇચ્છતી હતી કે ભ્રૂણહત્યા ન થાય, પરંતુ વસ્તી દરમાં થોડો વધારો થવો જોઈએ. તેથી જ, યુએસ સુપ્રીમ કોર્ટે 1973માં ‘રો વિ. વેડ’ કેસમાં મહિલાઓને આપવામાં આવેલ ગર્ભપાતના બંધારણીય સંરક્ષણને નાબૂદ કરી દીધું હતું.
રિપબ્લિકન પાર્ટી દ્વારા સંચાલિત વિસ્તારોમાં કાયદા માટે સમર્થન
ખાસ વાત એ છે કે ગર્ભપાત સંબંધિત નવા કાયદાના અમલ બાદ અમેરિકાના ઘણા રાજ્યોમાં ગર્ભપાતની સંખ્યામાં ઘટાડો થયો છે. રિપબ્લિકન પાર્ટી સત્તામાં છે તેવા રાજ્યોમાં તેને સૌથી વધુ ફોલો કરવામાં આવી રહી છે. જોકે, ટેક્સાસ અમેરિકાનું એવું રાજ્ય છે, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ નવા કાયદાનો વિરોધ કરી રહી છે. ટેક્સાસના એટર્ની જનરલે કહ્યું છે કે સરકાર માતાઓ, બાળકો અને પરિવારોને બચાવવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે અમે કાયદાનો સંપૂર્ણ અમલ પણ કરાવીશું.
આ પણ વાંચો : પહેલા તો ભાજપ નેતાએ રાહુલ ગાંધીના ફોટાના કર્યા વખાણ અને પછી…