અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના PMનું આગમન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

Text To Speech

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ હાલ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને લેવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતાં એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના PMનું સ્વાગત -humdekhengenews

ભુપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયાના PM નું સ્વાગત કર્યું

આવતી કાલે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમાવાની છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન મોદી આ મેચ જોવા હાજર રહેવાના છે. ત્યારે આજે સાંજે ચાર વાગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાના PMનું સ્વાગત -humdekhengenews

આ મોટા અધિકારીઓ પણ રહ્યા હાજર

આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા

ઓસ્ટ્રેલિયાના PMનું સ્વાગત -humdekhengenews

ઓસ્ટ્રેલિયાના PM ગાંધી આશ્રમની મુલાકાતે

તેઓ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે. અને ત્યાર બાદ તેઓ સીધા તેઓ હોટલ ખાતે જશે. ગાંધી આશ્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ગાંધીજીની પ્રતિમાને બે હાથ જોડીને પ્રણામ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ આવશે

હાલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા છેય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. અને ત્યાંથી તેઓ સીધા ગાંધીનગર રાજભવન ખાતે જશે.

ઓસ્ટ્રેલિયાના PMનું સ્વાગત -humdekhengenews

 

આવતી કાલે બંન્ને વડાપ્રધાન સાથે મેચ જોશે

આવતીકાલે સવારે PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના PM એન્થોની અલ્બેનીઝ 8.30 વાગ્યાની આસપાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા માટે પહોંચશે. અને બંને વડાપ્રધાન સાથે મેચ જોશે. બે કલાક સુધી બંને વડાપ્રધાન આ મેચ નિહાળશે અને મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આસામ પોલીસની મોટી સફળતા, પાકિસ્તાની એજન્ટોને સિમકાર્ડ સપ્લાય કરતાં 5ને દબોચ્યા

Back to top button