નેશનલ

ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર મુંબઈના દરિયાકાંઠે ક્રેશ, ક્રૂના 3 સભ્યોનો બચાવ

Text To Speech

ભારતીય નેવીનું ALH એરક્રાફ્ટ મુંબઈમાં ક્રેશ થયું હતું . આ ઘટનામાં એરક્રાફ્ટ તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભારતીય નૌકાદળનું હેલિકોપ્ટર મુંબઈમાં ક્રેશ

ભારતીય નૌકાદળનું એક એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) આજે સવારે મુંબઈ કિનારે ક્રેશ થયું હતું. નેવીએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરના ત્રણ ક્રૂ સભ્યોને નેવી પેટ્રોલિંગ જહાજ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની તપાસ કરાશે

ભારતીય નૌકાદળનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) બુધવારે સવારે નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટર મુંબઈના દરિયાકાંઠે અકસ્માતનો ભોગ બન્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં ક્રૂના તમામ સભ્યો સુરક્ષિત છે. નેવીએ કહ્યું કે હેલિકોપ્ટરના ત્રણ ક્રૂ મેમ્બર્સને નેવી પેટ્રોલિંગ જહાજ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ભારતીય નૌસેનાએ કહ્યું, “આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને દુર્ઘટનાનું કારણ જાણવામાં આવશે.”

ALH એરક્રાફ્ટ-humdekhengenews

ગયા વર્ષ અરુણાચલ પ્રદેશમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં, અરુણાચલ પ્રદેશમાં આર્મીનું એક હથિયારયુક્ત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ પાંચ જવાનોના મોત નિપજ્યા હતા. આ ઘટના પછી દેશની સેવામાં રહેલા તમામ ALH, માત્ર 300 થી વધુ, સાવચેતી તરીકે સલામતી તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ટેસ્ટ સિરીઝની વચ્ચે આ ખેલાડી માટે આવ્યા સારા સમાચાર,બીજી વખત બન્યો પિતા

Back to top button