પોપકોર્ન ખાવાના આ ફાયદા તમે ભાગ્યે જ જાણતા હશો
આપણે ભૂખ લાગે ત્યારે કે પછી ફ્રી ટાઈમમાં કંઈ ખાવાની ઈચ્છા થાય ત્યારે પોપકોર્ન ખાઈ લેતા હોઈએ છીએ. તે ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. એટલે તેને નાના બાળકોથી લઈને મોટા લોકો પણ ખૂબ પસંદ કરતા હોય છે. પરંતુ આ પોપકોર્ન ખાવાના પણ ઘણા ફાયદા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો.
પોપકોર્ન ખાવાના ફાયદા
હાલ બજારમાં સાદી પોપકોર્ન, મસાલા પોપકોર્ન, ચીઝ પોપકોર્ન વગેરે વેરાયટી વાળી પોપકોર્ન મળતી હોય છે. તે તમને એક અલગ ટેસ્ટ આપે છે. પોપકોર્નને એક પરફેક્ટ સ્નેક્સ ગણવામાં આવે છે. આ પોપકોર્ન મકાઈમાંથી તૈયાર થાય છે. અને આહોળીના તહેવાર પર પોપકોર્નનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હોય છે. ત્યારે મકાઈની ધાણી એટલે કે પોપકોર્ન ખાવાથી શરીરને અનેક ગણા ફાયદા થાય છે. પોપકોર્નમાં એવા ન્યૂટ્રિએન્ટ્સ છે જે અનેક બીમારીથી રાહત આપે છે.
કેન્સરના ખતરાને ઘટાડવામાં મદદ
પોપકોર્ન નિયમિત રીતે ખાવાથી કેન્સરનો ખતરો ઓછો રહે છે. તેમાં પોલિફિનોલ નામનું એક તત્વ હોય છે. જેના કારણે કેન્સરનો ખતરો ઘટે છે. તેમજ તે હ્રદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ
જો તમે પણ વધારે પડતા વજનને કારણે પરેશાન છો અને તમે ખોરાક ઓછો કરવા માગો છો તમે પોપકોર્નનું ખાઈ શકો છો. તેના કારણે તમારુ વજન વધશે નહીં અને જલદી ભૂખ પણ લાગશે નહી. 1 કપ પોપકોર્નમાં 30 કેલેરી હોય છે. તે એક કપ બટાકાની ચિપ્સ કરતાં 5 ગણી ઓછી હોય છે. તેમજ પોપકોર્નમાં રહેલું ફાઈબર ભૂખ મટાડે છે. જેના કારણે તેમને ભૂખ ઓછી લાગે છે.
કબજિયાતથી રાહત
પોપકોર્ન કબજિયાતથી રાહત આપે છે. જ્યારે પણ તમને પાચન સંબંધી કોઈ તકલીફ હોય તો તમે પોપકોર્નનું સેવન કરી શકો છો. તેનામાં રહેલા બી-કોમ્પલેક્સ, વિટામિન ઈ અને મિનરલ્સ પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેમ જો તમે પોપકોર્ન વધારે પડતું ખાવ તો પણ પેટ સબંધી કોઈ તકલીફ થતી નથી.
બ્લડ શુગર લેવલને નિયંત્રિત્ર રાખવામાં મદદ
પોપકોર્ન બ્લડ શુગર લેવલને નિયંત્રિત્ર રાખવામાં મદદ કરે છે તેનામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું રહે છે. જેના કારણે પોપકોર્નના સેવનથી બ્લડ શુગર ઓછું રહે છે.
આ પણ વાંચો : આદિવાસી સમાજમાં આ ખાસ રીતે ઉજવાય છે હોળી, જાણો શું છે તેનું મહત્વ