સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા રૂ. 83 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 15 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પાસ ઓન કરવાના કૌભાંડના માસ્ટર માઈન્ડ ઈરફાન સબ્બીરહુસેન કાઝીને વધુ ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. આરોપીની તપાસમાં બોગસ બિલિંગ માટે બનાવેલી નવી દસ પેઢીઓ મળી આવી છે. આમ અત્યાર સુધી ઈરફાન કાઝી અને તેના સાગરિતો દ્વારા કુલ 137 પેઢીઓ મારફતે બોગસ બિલિંગો આચરવામાં આવતા હતા. સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે કે, આરોપી પાસેથી 20 થી વધુ બેંકોની ચેકબુકો સહિતનું સાહિત્ય મળી આવ્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વાઇરલ ઈન્ફેક્શન ફેલાયું, આ હોસ્પિટલમાં 15 દિવસમાં 2,500થી વધુ દર્દી આવ્યા
આરોપી ઈરફાન કાઝીના બે મોબાઈલમાંથી 15 જીબી ડેટા મળી આવ્યો
બેંકમાં કરવામાં આવતા નાણાંકીય વ્યવહારો થકી મની ટ્રેઈલની માહિતી મળી છે. આરોપી ઈરફાન કાઝીના બે મોબાઈલમાંથી 15 જીબી ડેટા મળી આવ્યો છે. જયારે પકડાયા પહેલા ત્રણ મોબાઈલનો નાશ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કરોડોના બોગસ બિલિંગ મારફતે કરોડોની ITC પાસ ઓન કરવાના અને મેળવવાના કૌભાંડોમાં અત્યાર સુધીમાં SGST વિભાગ દ્વારા કુલ 98 શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઓખાના મધદરિયેથી પકડાયેલા 61 કિલો ડ્રગ્સ મામલે થયો ચોંકાવનારો ખુલાસો
નડિયાદમાં અંદાજે રૂ. 83 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ
નડિયાદમાં અંદાજે રૂ. 83 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં હાથ ધરાયેલી તપાસમાં આર્થિક રીતે જરૂરિયાત ધરાવતા અને નબળા લોકોને આર્થિક પ્રલોભનો આપીને તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઈટ બિલડ, સહિત જરૂરી પુરાવાનો દુરુપયોગ કરીને તેમના નામે ભાડા કરાર કરાવીને બેંક ખાતા ખોલાવવામાં ઈરફાન સબ્બીરહુસેન કાઝી મુખ્ય ભૂમિકા હતા. સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST) વિભાગ દ્વારા આરોપી ઈરફાન કાઝીના વધુ રિમાન્ડ મેળવવા માટે અરજી કરી હતી.જેમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે આરોપી પાસેથી બીજી દસ પેઢીઓ મળી આવી છે. આરોપીના બે મોબાઈલમાંથી 15 જીબી ડેટા મળ્યો છે તેની FSLમાં તપાસ કરાવવાની છે.