ગુજરાતટોપ ન્યૂઝ

ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરની ઊંચાઈ વધશે, વિકાસ માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી

Text To Speech

બહુચરાજી મંદિરની ઊંચાઈ 49 ફૂટથી વધારીને 71.5 ફૂટ કરવા માટે નિર્ણય કર્યો છે. જેમાં ત્રણ તબક્કે વિકાસ માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. તેમાં પ્રથમ તબક્કે પૂનમના દિવસે મુખ્યમંત્રીએ રૂ.20 કરોડ ફાળવ્યા છે. તથા આ કામગીરી ગુજરાત પવિત્રધામ વિકાસ બોર્ડ મારફતે કરવામાં આવશે.

આ પણ વાંચો:  ગુજરાતના આ જિલ્લામાં કોરોના ફરી વકર્યો, જિલ્લામાં ત્રણ એક્ટિવ કેસ સામે આવ્યા 

પ્રથમ તબક્કે રૂ.20 કરોડની ફાળવણી થયાનું જાહેર કર્યુ

ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મહેસાણા જિલ્લાના બહુચરાજી સ્થિત શ્રી બહુચરાજી માતાજીના મંદિરની ઊંચાઈ 49 ફુટથી વધારીને 71.5 ફૂટ કરવા સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના આ સુપ્રસિધ્ધ તીર્થધામનો ત્રણ તબક્કે સુગ્રથિત વિકાસ પ્રોજેક્ટને મંજૂર કર્યાનું જણાવતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પ્રથમ તબક્કે રૂ.20 કરોડની ફાળવણી થયાનું મંગળવારે જાહેર કર્યુ હતુ.

આ પણ વાંચો: અમદાવાદમાં ખોટા ન્યૂઝ અપલોડ કરતા યુટ્યુબ ચેનલના સંચાલક સામે ફરિયાદ

આ કામગીરી ગુજરાત પવિત્રધામ વિકાસ બોર્ડ મારફતે કરવામાં આવશે

અગાઉ જિર્ણોધ્ધાર વેળાએ તકનિકી ખામીને કારણે શ્રી બહુચરાજી માતાજીનું શિખરબધ્ધ મંદિરની ઊંચાઈ 49 ફૂટ થઈ હતી. જે સોલંકી અને ગાયકવાડી કાળ કરતા પણ ઓછી હોવાનું ધ્યાને આવતા લાંબા સમયથી આ મંદિરની ઊંચાઈ વધારવા માઈભક્તો અને શ્રધ્ધાળુઓની લાગણી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રીએ આગામી 25 વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાન કરીને ત્રણ તબક્કામાં તેના વિકાસનું આયોજન હાથ ધર્યુ છે. તેમ કહેતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પ્રથમ તબક્કે પૂનમના દિવસે મુખ્યમંત્રીએ રૂ.20 કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્યમંડપ, તથા મંદિરના શિખરની ઊંચાઈ જે હાલ 49 ફૂટ છે તે વધારીને અંદાજે 71.5 ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરીસર ભવ્ય અને દિવ્ય બનશે. આ કામગીરી ગુજરાત પવિત્રધામ વિકાસ બોર્ડ મારફતે કરવામાં આવશે.

Back to top button