ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશના ઢાકામાં ભીષણ વિસ્ફોટ, 7 લોકોના મોત, 70થી વધુ ઘાયલ

Text To Speech

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. એટલું જ નહીં આ અકસ્માતમાં 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે.

અગાઉ, બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં શનિવારે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સીતાકુંડા ઉપજિલ્લાના કેશબપુર વિસ્તારમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં સાંજે લગભગ 4.30 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ પછી લોકોએ આગની જ્વાળાઓ ઉછળતી જોઈ હતી.

આ જ સીલમાં ફેબ્રુઆરીમાં ઢાકામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

Back to top button