Happy Women’s Day: કેમ મનાવવામાં આવે છે આજનો દિવસ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે મનાવવામાં આવે છે. આ દિવસને મહિલાઓની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉપલબ્ધિઓનું સન્માન કરવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ જાતિય સમાનતા, મહિલાઓના અધિકાર, મહિલાઓ વિરુદ્ધ હિંસા અને દુર્વ્યવહાર તેમજ પ્રજનન જેવા જરૂરિ વિષયો પર કેન્દ્રિત છે. આ દિવસ તમામ પ્રકારની મહિલાઓના સન્માન માટે મનાવવામાં આવે છે.
શું છે આ દિવસનો ઇતિહાસ
મહિલા દિવસની શરૂઆત એક આંદોલનથી થઇ હતી. વર્ષ 1908માં અમેરિકામાં એક મજુર આંદોલન થયુ હતુ. આ આંદોલનમાં મહિલાઓ સામેલ થઇ, જે ન્યુયોર્કના રસ્તાઓ પર પોતાના અધિકારોની માંગણી કરી રહી હતી. આ આંદોલન દરમિયાન કામ કરી રહેલી મહિલાઓની માંગ હતી કે તેમની નોકરીના કલાકો ઘટાડવામાં આવે અને તેમનું વેતન વધારવામાં આવે. આ સાથે તેમાં મહિલાઓને મતદાનનો અધિકાર આપવાની માંગણી પણ કરાઇ હતી. જ્યારે સરકારના કાનમાં કામકાજી મહિલાઓના આંદોલનનો અવાજ પહોંચ્યો તો એક વર્ષ બાદ 1909માં અમેરિકાની સોશિયલિસ્ટ પાર્ટીએ મહિલા દિવસ મનાવવાની જાહેરાત કરી. 28 ફેબ્રુઆરી, 1909ના રોજ આ દિવસ ન્યુયોર્ક શહેરમાં પહેલીવાર મનાવવામાં આવ્યો.
8 માર્ચ ઉજવવાની શરૂઆત કેવી રીતે થઇ?
આંતરરાષ્ટ્રીય સમાજવાદી મહિલા સંમેલન ઓગસ્ટ 1910માં સ્થાપિત કરાયુ હતુ. જર્મનીમાં પહેલી વખત 8 માર્ચ 1914ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાયો હતો. ત્યારબાદ 1977માં એવો નિર્ણય લેવાયો કે દર વર્ષે 8 માર્ચના રોજ આ દિવસ મનાવાશે.
શું છે Women’s 2023ની થીમ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023ને ‘એમ્બ્રેસ ઇક્વિટી’ થીમ સાથે મનાવાશે. આજે એ વિષય પર વાતચીત થશે કે મહિલાઓને માત્ર સુનિશ્વિત અવસર આપવા જ મહત્ત્વનું નથી. ઇક્વિટી પણ કેટલી મહત્ત્વની છે તેની સમજ કેળવવી. વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમ ‘જેન્ડર ઇક્વોલિટી ફોર અ સસ્ટેનેબલ ટુમોરો’ હતી
આ પણ વાંચોઃ Women’s Day 2023: દિકરી સાથેના સંબંધો મજબૂત બનાવવા ફોલો કરો આ ટિપ્સ