નેશનલ

હૈદરાબાદ ગેંગરેપ: AIMIM ધારાસભ્યના પુત્રનું નામ પણ આરોપીઓમાં સામેલ, અત્યાર સુધી 4ની ધરપકડ

Text To Speech

નેશનલ ડેસ્કઃ તેલંગાણા પોલીસે મંગળવારે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ધારાસભ્યના પુત્રનું નામ ગયા અઠવાડિયે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક કિશોરી પર થયેલા કથિત સામૂહિક બળાત્કારમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં ત્રણ સગીર અને એક પુખ્ત સહિત કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે કારમાં કથિત ગેંગરેપ થયો હતો તે કાર પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસે અગાઉ કહ્યું હતું કે, કિશોરી એક દિવસ પહેલાં અહીં એક પાર્ટી માટે પબમાં ગઈ હતી, તેના પર ત્રણ સગીર સહિત પાંચ શખ્સોએ કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. તેણે કહ્યું કે, શંકાસ્પદ લોકોએ તેને વાહનમાં ઘરે મૂકવાની ઓફર કર્યા પછી મલ્ટી-પર્પઝ વ્હીકલ (MPV)માં યુવતીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં ત્રણ સગીર અને એક 18 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ 18 વર્ષીય આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે.

પોલીસે જણાવ્યું હતું કે, તેઓ અન્ય એક શંકાસ્પદને શોધી રહ્યા છે, જે હજુ પણ ફરાર છે. આ ઘટનામાં આરોપી કિશોરો પૈકી એક નેતાનો પુત્ર હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીનું નિવેદન પણ નોંધ્યું હતું. આરોપીઓએ કાર સાફ કરી નાખી હતી તેવા સમાચાર વચ્ચે તેમણે જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમોએ ઘટનાને લગતા ઘણા પુરાવા એકત્રિત કર્યા છે.

Back to top button