ગુજરાતટોપ ન્યૂઝ

હાર્દિક પટેલે FB પર ‘કોમેન્ટ્સ’ બંધ કરી, ધમકી બાદ પોલીસ સુરક્ષા વધારાઈ

Text To Speech

અમદાવાદઃ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હાર્દિક પટેલને લોકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. એવા સમાચાર છે કે, લોકો તેને ઓનલાઈન ખૂબ જ ટ્લ કરી રહ્યા છે. એટલું જ નહીં, પાટીદાર નેતાને મળેલી ધમકીઓ બાદ તેમને પોલીસ સુરક્ષા આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્દિક પટેલ ગુરુવારે ભાજપમાં જોડાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો તરફથી ઓનલાઈન ગેરવર્તણૂકનો સામનો કર્યા બાદ BJP નેતાએ ફેસબુક પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. મંગળવારે પટેલે ફેસબુક પોસ્ટ દ્વારા મિસ્ડ કોલ આપીને યુઝર્સને ભાજપમાં જોડાવાની અપીલ કરી હતી. આ પોસ્ટ, જે ગુજરાતમાં ભાજપની સદસ્યતા અભિયાનનો ભાગ હતી, તેમાં ટોલ ફ્રી નંબરનો સમાવેશ થાય છે.

લોકોએ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પટેલ વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી હતી. ભાજપમાં જોડાવાને કારણે તેઓ ખૂબ જ ટ્રોલ થયા છે. આ કારણે તેણે કોમેન્ટ સેક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ વાત એ છે કે, ભાજપમાં જોડાયા બાદ પાટીદાર નેતાના કેટલાક જૂના વીડિયો વાયરલ થયા હતા. જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે.

લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાયો હતો. અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને વરિષ્ઠ નેતા નીતિન પટેલે તેમને સભ્યપદ અપાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભાજપ પટેલોને પાર્ટીમાં સમાવીને ગુજરાતમાં પાટીદાર મતદારોને રીઝવવાની તૈયારી કરી રહી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.

Back to top button