ગુજરાત

હોળીના પર્વ પર રણછોડરાયજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

Text To Speech

ડાકોરમાં રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજા રણછોડરાયજી મંદિરના દ્વાર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્ચા છે. ડાકોરના ઠાકોર સાથે ભક્તો હોળી રમ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ભક્તો ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

આજે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા ખાતે આવેલ ડાકોરમાં ઉત્સાપૂર્વક ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્‍ય સેવા-પૂજા સમયાનુસાર સવારે 4:00 વાગ્યે કરવામાં આવી હતી. આજે વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી ધજા ચઢાવવામાં આવી હતી.

રંગોત્સવ - Humdekhengenews

આ પ્રસંગે જિલ્‍લા કલેકટરએ જણાવ્‍યું હતું કે, જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી અને ભાવિ ભક્તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના રણછોડરાયજીના દર્શન અને પૂજા અર્ચના કરી શકશે. સાથે-સાથે કલેકટર દ્વારા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી રણછોડરાયજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલીકા દ્વારા કરવામાં આવેલ સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટર દ્વારા બિરદાવવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિ ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

રંગોત્સવ - Humdekhengenews

આ પણ વાંચો : ઈતિહાસમાં પ્રથમવાર વિધાનસભા પરિસરમાં ધૂળેટી ઉજવાઈ, જુઓ વીડિયો

ડાકોર મંદિર ખાતે શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. અબીલ ગુલાલ સાથે ભગવાન અને ભક્તોનો રંગોત્સવ ચાલી રહ્યો છે. ઠાકોરના ઠાકોર સાથે ભક્તો હોળી રમી રહ્યા છે. જય રણછોડ, માખણચોરના નાદજી રણછોડરાયજી મંદિર ગૂંજી ઉઠ્યુ છે. મોટી સંખ્યામાં ભક્તો ભક્તિના રંગમા રંગાઈ ગયા છે. ધામધૂમપૂર્વક રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

Back to top button