ટ્રેન્ડિંગમનોરંજન

Big Bએ જણાવ્યું હવે કેવી છે તબિયત? ‘Project K’ના શુટિંગ દરમિયાન થયા હતા ઘાયલ

Text To Speech

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને બ્લોગ લખીને પોતાની હેલ્થનું અપડેટ જારી કર્યુ છે. તેમણે જણાવ્યુ કે મારી હેલ્થમાં સુધારો થઇ રહ્યો છે. ફિલ્મ ‘Project K’ના એક એક્શન સીન દરમિયાન અમિતાભ બચ્ચનને ઇજા થઇ હતી. તેમની ઉંમર 80 વર્ષ છે અને બ્રહ્માસ્ત્ર બાદ હવે તેઓ ‘Project K’માં ખતરનાક એક્શન સીન કરતા જોવા મળશે.

Big Bએ જણાવ્યું હવે કેવી છે તબિયત? 'Project K'ના શુટિંગ દરમિયાન થયા હતા ઘાયલ hum dekhenge news

મેડિકલ એડવાઇઝ ફોલો કરે છે બિગ બી

બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે સૌથી પહેલા જે લોકોએ મારી ઇજાને લઇને ચિંતા વ્યક્ત કરી છે, તેમની પ્રાર્થનાઓ પ્રત્યે હું પ્રેમ અને આભાર વ્યક્ત કરુ છુ. જે પ્રકારનું એટેન્શન તમે મને આપી રહ્યા છો હું તેનાથી અભિભૂત છું. ધીમે ધીમે પહેલા કરતા સારુ થઇ રહ્યુ છે. જોકે હજુ સમય લાગશે. ડોક્ટર્સે જે સુચનાઓ આપી છે તેનું હું પાલન કરી રહ્યો છું.

ડોક્ટરની પરમિશન બાદ શરૂ કરશે કામ

અમિતાભ બચ્ચને કહ્યુ કે મારે આરામ કરવાનો છે અને ચેસ્ટ પર સ્ટ્રેપ બાંધી રાખવાનો છે. બધુ કામ રોકાઇ ગયુ છે. હવે હાલત થોડી બહેતર બની જશે અને મેડિકલ પરમિશન મળી જશે. જોકે તમારા બધાનો હું દિલથી આભારી છું. તેમણે હોલિકા દહન વિશે પણ લખ્યુ છે, કહ્યુ કે કાલે રાતે જલસામાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું.

Big Bએ જણાવ્યું હવે કેવી છે તબિયત? 'Project K'ના શુટિંગ દરમિયાન થયા હતા ઘાયલ hum dekhenge news

500 કરોડના બજેટમાં બની રહી છે ‘Project K’

પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘Project K’ એક સાયન્સ ફિક્શન મુવી હશે, જેમાં જબરજસ્ત એક્શન સિક્વન્સ જોવા મળશે. અમિતાભ બચ્ચનની આ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા આસપાસ હશે. ફિલ્મના કેટલાક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવશે, પરંતુ હજુ સુધઈ સ્ટાર્સના લુક રિવીલ થયા નથી.

આ પણ વાંચોઃ એક ક્લિક પર તમારા બેંક ખાતામાંથી લાખો રૂપિયા થઈ જશે ક્લિયર, આવી રીતે બચો !

Back to top button