પવનનું અથડાવું, પવન ચડી આવવો, વીજ પ્રપાતના કારણે આ વર્ષ આંધી, વંટોળ, ચક્રવાત રહેશે. જેમાં ખેડૂત ભાઈઓએ અને જનધને વીજળી પ્રપાત વખતે સાવધ રહેવું. વાયવ્ય પશ્ચિમના પવનના લીધે આ વખતે ચોમાસું એકંદરે સારું આવશે.
આ પણ વાંચો: સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે HCમાં સોગંદનામુ રજૂ કરી બિનશરતી માફી માગી
અલબત્ત વરસાદ વાવાઝોડા સાથે આવે
હોળીએ ઉનાળાના મુખનો તહેવાર છે અને વસંત સંપાતના દિનનો નજીકનો તહેવાર હોય તો વધુ સારું. એટલે વસંત સંપાત દિનના નજીકના દિનનો તહેવાર હોતા ઉનાળાના પગરણથી વાયુચક્ર જોવામાં આવે છે. આ વખતે ગાંધીનગરના પાલજ મુકામે મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. જે હોળીનો પવન જોતા પવન વાયવ્ય તરફથી આવી રહ્યો હતો. વાયવ્ય પશ્ચિમના પવનના લીધે આ વખતે ચોમાસું એકંદરે સારું આવે. અલબત્ત વરસાદ વાવાઝોડા સાથે આવે. આ વર્ષમાં આંધી, વંટોળ અને બંગાળના ઉપસાગર અરબ સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ રહેશે. વાવાઝોડાના કારણે જ ઘણી વખત એકાએક વરસાદ આવી જતો હોવાથી વધુ વરસાદ પડયા પછી વચ્ચમાં થોડું અંતર રહેતું હોય છે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓને રાહત: હોલ ટિકિટ ભૂલી જશે તો પણ વિદ્યાર્થી પરીક્ષાથી આપી શકશે
એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે
આવા વખતે ક્વચિત પિયત આપવું પડે. પરંતુ એકંદરે ચોમાસું સારું રહેવાની શક્યતા રહે. હવે અખાત્રીજના પરોઢિયાનો પવન જોવાનો હોય છે. અષાઢ સુદ પૂનમનો પવન જોવાનો હોય છે. પવન વાયુચક્ર માટે જોવામાં આવતો હોય છે. બીજું, આ વખતે હોળી પ્રગટાવતી વખતે નિર્ઘાત એટલે કે પવનનું અથડાવવું, પવન ચડી આવવો, વીજ પ્રપાત થવો, સાંયકાળે આ મુહૂર્ત સારું ગણાતું નથી. આ વખતે પાલજ ખાતે આવું બનવા પામ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં વૃદ્ધો અને નાની ઉંમરના વ્યક્તિને ATM સેન્ટરમાં ટાર્ગેટ કરતા આરોપીઓ ઝડપાયા
વરસાદના છાંટા અને ઘુમરિયો લેતો પવન આવ્યો
વરસાદના છાંટા અને ઘુમરિયો લેતો પવન આવ્યો હતો. જે નિશાની મેદનીય ઉપર ઉત્પાતકારી અને કંઈકને કંઈક ભાંજગડવાળી રહે. પરંતુ આ વખતે ગરમી વધારે પડે, પવન દુષ્કાળ ઉત્તેજક નથી. વળી પવનની ઝાળ સીધી ઉપર ગઈ નથી એટલે રાજકર્તાઓ માટે અશુભકારી નથી. પરંતુ સાંયકાળના પવન અથડાવું, વીજળીનો પ્રપાત થવો આ ચિન્હો કંઈક ને કંઈક ગરબડ સૂચવે છે. વધુમાં આ માર્ચ માસમાં અવાર નવાર હવામાનમાં પલટા આવવાના છે. આથી ખેડૂત ભાઈઓએ અને જનધને વીજળી પ્રપાત વખતે સાવધ રહેવું સારું રહે.