ગુજરાત

સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે HCમાં સોગંદનામુ રજૂ કરી બિનશરતી માફી માગી

Text To Speech

સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે હાજર રહી HCની માફી માંગી છે. જેમાં ખાનગી વ્યક્તિને લાભ કરાવવા ડ્રાફ્ટ ટીપીમાં ફેરફાર કરવાનો વિવાદ સામે આવ્યો છે. લિંબાયતની ડ્રાફ્ટ ટીપી સુધાર્યાની જાણ કરતાં કોર્ટે હવે ધ્યાન રાખવાની ટકોર કરી છે. તથા હાઇકોર્ટે જણાવ્યું છે કે કોઈપણ અધિકારીને આ રીતે વર્તવાનો અને કાયદાને હાથમાં લેવાનો હક નથી.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓને રાહત: હોલ ટિકિટ ભૂલી જશે તો પણ વિદ્યાર્થી પરીક્ષાથી આપી શકશે

ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ થાય નહીં

ખાનગી વ્યક્તિને લાભ પહોંચાડવા માટે સુરત મહાનગરપાલિકા (એસએમસી) દ્વારા ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં ફેરફાર કરવાના વિવાદિત નિર્ણય સામે હાઈકોર્ટની આકરી નારાજગી બાદ સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલ સોમવારે હાઈકોર્ટ સમક્ષ રુબરુ હાજર રહ્યા હતા. તેમણે સોગંદનામુ રજૂ કરીને બિનશરતી માફી માગી હતી. જે માફીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને તેમને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ થાય નહીં. સુરત મનપા કમિશનરે સોગંદનામા દ્વારા રજૂઆત કરેલી કે સુરત મનપાના અધિકારીઓ દ્વારા દાખવવામાં આવેલા વલણ બદલ તેઓ ખેદ વ્યક્ત કરે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વૃદ્ધો અને નાની ઉંમરના વ્યક્તિને ATM સેન્ટરમાં ટાર્ગેટ કરતા આરોપીઓ ઝડપાયા

આઈએએસ અધિકારીઓ પોતાને કોર્ટથી ઉપરવટ સમજે છે

આ ઉપરાંત, તેમણે હાઈકોર્ટને જાણ કરેલી કે સુરતના લિંબાયત ટીપી સ્કીમના ફાઈનલ પ્લોટ નં. 10ના કબજાની સ્થિતિ પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવ્યો છે. સુનાવણી સમયે એડ્વોકેટ જનરલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે, હાઈકોર્ટે કહેલુ કે આ કેસમાં એડ્વોકેટ જનરલે તકલીફ લેવાની ક્યાં જરુર છે. ગત સુનાવણી સમયે, હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે, આઈએએસ અધિકારીઓ પોતાને કોર્ટથી ઉપરવટ સમજે છે. હાઈકોર્ટે એસએમસી અને તેના કમિશનરની ઝાટકતા કહેલુ કે ન્યાયિક પ્રક્રિયા પડતર છે, ત્યારે અધિકારીઓ કેવી રીતે નિર્ણય લઈ શકે?

આ પણ વાંચો:  ગુજરાતમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

સુરત મનપા દ્વારા વારંવાર આવુ વલણ દાખવાય છે

કોઈપણ અધિકારીને આ રીતે વર્તવાનો અને કાયદાને હાથમાં લેવાનો હક નથી. સુરત મનપા કમિશનર રુબરુ હાજર રહે. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો હતો કે, આ કેસમાં એસએમસીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લો. હાઈકોર્ટે એ પણ ટકોર કરી હતી કે આ કેસમાં એસએમસી ખાનગી વ્યક્તિના એજન્ટ તરીકે કામ કરતુ હોય તેવો આભાસ થયો છે. હાઈકોર્ટે સુરત મનપાના તંત્રના વલણથી નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે સુરત મનપા દ્વારા વારંવાર આવુ વલણ દાખવાય છે.

Back to top button