ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

Text To Speech

ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકની રહશે.

પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો

ગુજરાતમાં હોળી સમયે જ માવઠુ પડ્યું છે. જેમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. ફાગણમાં અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં અચરજ ફેલાયો છે. દ.ગુજરાતમાં સુસવાટા મારતો પવન ફૂંકાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં આગામી 3 દિવસ પવન અને કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા અમરેલીના ધારીમાં કરા સાથે વરસાદ પડ્યો છે. તથા હોલિકા દહન સમયે વરસાદ વિધ્ન બન્યો હતો.

રાજસ્થાન પર સર્જાયેલ સર્ક્યુલેશનથી માવઠાનો માર રહેશે

રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી યથાવત છે. જેમાં રાજસ્થાન પર સર્જાયેલ સર્ક્યુલેશનથી માવઠાનો માર રહેશે. તથા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળછાયા વાતાવરણને લીધે ઉકળાટનો સામનો કરવો પડશે.

Back to top button