ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યભરમાં હોળીની ધામધૂમ પૂર્વક ઉજવણી, પાલજ ખાતે સૌથી ઉંચી હોળી, જુઓ Video

આજે પાટનગર સહિત રાજ્યભરમાં ‌હોળી પર્વની ધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરના વિવિધ શહેરો, ગામડાઓ, ગલીઓમાં હોળીકાદહન કરવામાં આવ્યુ હતું. હોળી પ્રાગટ્યના દર્શન માટે બાળકોથી માંડી સૌ કોઈ પરિવારજનો સાથે ઊમટી પડ્યાં હતાં. મહિલાઓ દ્વારા અબીલ અને ગુલાલ સાથે હોલિકાની પૂજા કરવામાં આવી હતી અને શ્રીફળ, ખજુર તેમજ ધાણી સહિતની ચિજવસ્તુઓનો હોમ કર્યો હતો.

હોળીના દિવસો દરમિયાન ડબલ ઋતુ અનુભવાતી હોય છે. તેમ આજે પણ ડબર ઋતુ જોવા મળી હતી અને ઠેર ઠેર વરસાદના સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદ, સુરત, ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે આ બેડવી ઋતુમાં ધાણી અને ખજુરનું સેવન આરોગ્ય માટે ખુબ ઉત્તમ માનવામાં આવે છે. આ બન્નેમાં એવા ગુણ સમાયેલા છે કે કફ અને શરદીનું શમન કરે છે. ખજુર તેમજ ધાણીનું સેવન આરોગ્ય માટે ખુબ ગુણકારી હોવાનું કહેવાય છે. ત્યારે રાજ્યભના બજારોમાં તહેવારના બે દિવસ અગાઉથી ધાણી અને ખજુરનું ધુમ વેચાણ થયુ હતું. આ ઉપરાંત વિવિધ રંગો તેમજ બાળકો માટે વિવિધ પ્રકારની પિચકારીની ખરીદી માટે પરિવારજનો ઉમટી પડ્યાં હતાં.

પાલજની હોળીમાં અંગારા પર ચાલવાની પરંપરા 

ગાંધીનગર પાસે આવેલા પાલજ ગામમાં હોળીકાદહનનો પરંપરાગત ઉજવાતો ધાર્મિક પ્રસંગ સાંજના સમયે શ્રધ્ધાપૂર્વક ઉજવાયો હતો. ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિરે હોળીના દિવસે ભવ્ય મેળો ભરાયો હતો. તેમાં જિલ્લાભરના લોકો મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતાં. ગામમાં પ્રગટાવામાં આવતી હોળીના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની એક પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તે પરંપરા આ વખતે પણ જળવાઇ હતી. તેના દર્શન માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં.

પાલજ ખાતે ઉજવાતી હોળીના દર્શન માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. હોળી પ્રાગટયની આ અનોખી પરંપરાને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી લોકો પાલજ ગામે આવે છે. ગ્રામજનો આ પરંપરા વિશે કહે છે કે, ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. તેના સતના કારણે અંગારા પર ચાલવા છતાં આજ સુધી એકેય શ્રદ્ધાળુને સામાન્ય ઇજા પણ થવા પામી નથી. અહીં હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવાય છે. તે પહેલાં ગ્રામજનોને એકત્ર કરવા માટે સાદ દેવાય છે. પાંચેક હજારની વસ્તી ધરાવતા આ ગામમાં તે દિવસે ઘેરઘેર લાડવા બનાવીને ઉજાણી થાય છે.

આગની જ્વાળાઓ છેક સો ફૂટ સુધી ઉંચે જતી હોય છે. તેનો તાપ લેવાથી વર્ષ દરમિયાન શરીરમાં કોઇ બીમાર ન થતી હોવાની કે સામાન્ય તાવ સુદ્ધા ન આવતો હોવાની માન્યતા છે. આ આગની જ્વાળાની દિશા પરથી વર્ષ કેવું જશે તેની આગાહી પણ કરવામાં આવે છે. આ દિવસે ગામમાં મેળો ભરાતો હોય છે. જેમાં આજુબાજુના ગામ અને જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુંઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

આ પણ વાંચો : ખુશખબર : સરકારી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો આજથી અમલી, રાજ્યપાલે આપી મંજુરી

Back to top button