ઇન્ટરનેશનલ ડેસ્કઃ પયગંબર મોહમ્મદને લઈને બીજેપી પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ વિવાદ ચાલુ છે. આ દરમિયાન નેધરલેન્ડ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સભ્ય અને પાર્ટી ફોર ફ્રીડમ, નેધરલેન્ડના અધ્યક્ષ ગીર્ટ વાઈલ્ડર્સે નૂપુર શર્માને સમર્થન આપ્યું છે. સાંસદ ગીર્ટ વાઈલ્ડર્સનું નિવેદન હેડલાઈન્સમાં છે. તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ભારતે ઈસ્લામિક દેશોની માફી માંગવાની કોઈ જરૂર નથી.
ભારત શા માટે માફી માંગી રહ્યું છે?
એક ટ્વિટમાં ગીર્ટ વાઇલ્ડર્સે કહ્યું કે, તુષ્ટિકરણ ક્યારેય કામ કરતું નથી. તે ફક્ત વસ્તુઓને વધુ ખરાબ કરશે. તો મારા ભારતના પ્રિય મિત્રો, ઈસ્લામિક દેશોથી ડરશો નહીં. સ્વતંત્રતા માટે ઉભા થાઓ અને તમારા નેતા નુપુર શર્માનો બચાવ કરવા માટે ગર્વ અને સંકલ્પબદ્ધ બનો, જેમણે મોહમ્મદ વિશે સત્ય કહ્યું હતું.
તેણે વધુમાં કહ્યું છે કે, ‘તે હાસ્યાસ્પદ છે કે અરબ અને ઇસ્લામિક દેશો પયગંબર મોહમ્મદ વિશે સાચું બોલવા બદલ ભારતીય નેતા નુપુર શર્માથી નારાજ છે. આયેશા જ્યારે છ વર્ષની હતી ત્યારે તેણે ખરેખર લગ્ન કર્યા હતા. ભારત શા માટે માફી માંગી રહ્યું છે?’
ગીર્ટ વિલ્ડર્સને મોતની ધમકીઓ?
સાંસદ ગીર્ટ વિલ્ડર્સ જમણેરી પક્ષના નેતા છે. તેણે દાવો કર્યો હતો કે, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેણે કહ્યું છે કે, દરરોજ મને મોહમ્મદના નામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. ધમકીઓ આપવાથી કંઈ જ થવાનું નથી કારણ કે હું સત્ય કહેવાનું બંધ કરીશ નહીં.
ભાજપે નુપુરને હાંકી કાઢી
નૂપુરે ઈસ્લામ અને પયગંબર વિશે કંઈક એવું વિવાદાસ્પદ કહ્યું હતું કે, પાર્ટીએ તેને બહાર કરી દીધી હતી. બીજેપીએ દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલની પણ હકાલપટ્ટી કરી છે. ખાડી દેશોના વિરોધ બાદ ભાજપે આ પગલું ભર્યું છે.