ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : lic અને sbi માં અદાણીના કૌભાંડ ઉજાગર કરવા કોંગ્રેસના ધરણા

Text To Speech

પાલનપુર : દેશની સૌથી મોટી વીમા કંપની એલ.આઇ.સી. અને દેશની સૌથી મોટી બેંક sbi દ્વારા અદાણી કંપનીમાં ગેરકાયદેસર રીતે રોકાણ કર્યું હોવાના કૌભાંડનો પર્દાફાશ કરવા કોંગ્રેસ દ્વારા દેશભરમાં ધરણાં યોજાયા હતા. જેમાં ડીસામાં પણ કોંગ્રેસી કાર્યકરોએ મોટી સંખ્યામાં ધરણા યોજી આ કૌભાંડ ખુલ્લુ કરવાની માંગ કરી હતી.

સમગ્ર કૌભાંડ બહાર લાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ

lic અને sbi માં દેશની જનતાની પરસેવાની કમાણી નું રોકાણ થયેલું હોય બંને સંસ્થાઓ દ્વારા અદાણી કંપનીમાં ગેરકાયદેસર રીતે નિયમ વિરુદ્ધ રોકાણ કરી લોકો સાથે દ્રોહ કર્યો છે. જેમાં સરકારે પણ ખોટી રીતે મંજૂરીઓ આપી અદાણી કંપનીના ચેરમેન ગૌતમ અદાણીને વિશ્વના ધન કુબેરોની યાદીમાં 649 માં ક્રમેથી બીજા ક્રમે લાવવામાં ખોટી રીતે મંજૂરી આપી પબ્લિકના રોકાણના પૈસાનું પાણી કરી મોટું કૌભાંડ આચર્યું છે. તેમજ સરકાર અદાણી ને સાચવી દેશની જનતા સાથે ખૂબ જ મોટો અન્યાય કરી રહી છે. ત્યારે આ કૌભાંડ ને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા દેશભરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસામાં પણ સરદાર બાગ ખાતે કોંગ્રેસી કાર્યકરોએ મોટી સંખ્યામાં ધરણા યોજ્યા હતા .કોંગી નેતાઓએ માંગ કરી હતી કે અદાણી ના કૌભાંડમાં સરકાર પૂરેપૂરી જવાબદાર છે અને દેશની પ્રજા સાથે ખૂબ જ મોટો દ્રોહ કર્યો હોય આ સમગ્ર કૌભાંડ બહાર લાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં મજૂર ભરેલા જીપડાલાને અકસ્માત થતા 10 ને ઇજા

Back to top button