વિશેષ

WhatsAppનું એવું નવું ફીચર આવ્યું કે તમે પણ કહેશો- ‘થેંક યુ ઝુકરબર્ગ’

Text To Speech

WhatsAppનો એ આજે દરેકના ફોનમાં જોવા મળે છે. આપણે દિવસમાં ઘણી વાર WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. કોલ, મલ્ટીમીડિયા શેરીંગ, વિડીયો કોલ સહિત ઘણીબધી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. એવામાં ઘણીવાર અજાણ્યા નંબર પરથી કોલ આવતા હોય છે જેનાથી ઘણીવાર ફ્રોડ પણ થાય છે. પરંતુ WhatsApp હવે આ મુશ્કેલીને પણ પાર પાડશે. WhatsApp એક જબરજસ્ત ફીચર લઈને આવી રહ્યું છે જેમાં અનિચ્છનીય કોલને સાઈલન્ટ કરવા માટે સેટિંગ્સ મેનૂમાં એક બટન મળશે. આ ફીચર તમારા ફોનમાં સેવ ન હોય તેવા નંબરના કોલને સાઈલન્સ કરશે. આ ફીચર સ્પામ કોલ રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ WhatsApp હવે એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની દુનિયાભરના લાખો યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા. વોટ્સએપ પર દરરોજ આવતા સ્પામ કોલથી લોકો પરેશાન છે. હવે WhatsApp તેના નવા ફીચર્સ સાથે તેનેરોકવા જઈ રહ્યું છે. સામાન્ય રીતે જો દુનિયામાં કોઈ વ્યક્તિ પાસે તમારો WhatsApp નંબર હોય તો તે તમને WhatsApp કૉલ કરી શકે છે. પરંતુ WhatsApp હવે તેના પર અંકુશકરવા જઈ રહ્યું છે. વોટ્સએપનું નવું ફીચર સ્પામ અને અનિચ્છનીય કોલને બ્લોક કરશે.

આ પણ વાંચો : WhatsAppએ કેમ Ban કર્યા 36 લાખ એકાઉન્ટ? ક્યાંક તમે તો નથી કરી રહ્યા ને આ ભુલ?

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppના આ ફીચરનું ટેસ્ટિંગ હાલમાં બીટા વર્ઝન પર કરવામાં આવી રહ્યું છે. જો તમે પણ WhatsAppના બીટા યુઝર છો તો તમે આ ફીચરનો ઉપયોગ શકો છો. વોટ્સએપના આ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. નવા અપડેટ પછી, અનિચ્છનીય કોલને શાંત કરવા માટે સેટિંગ્સ મેનૂમાં એક બટન ઉપલબ્ધ થશે. આ ફીચર તમારા ફોનમાં સેવ ન હોય તેવા નંબરના કોલને સાઈલન્ટ કરશે. આ ફીચર સ્પામ કોલ રોકવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : WhatsApp લાવી રહ્યું છે ફોટો ફીચર, હાઈ કવોલીટી ફોટા અને વીડિયો થશે સેન્ડ !

WhatsAppમાં વધુ બે નવા ફીચર્સ આવી રહ્યા છે, જેમાંથી એક ન્યૂઝલેટરનું છે. આ માટે એક નવું ટેબ આપવામાં આવશે. આ સિવાય WhatsApp અન્ય એક નવા પ્રાઈવસી ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરનું ટેસ્ટિંગ WhatsApp iOS વર્ઝન એપ પર કરવામાં આવી રહ્યું છે. નવા ફીચરની રજૂઆત બાદ યુઝર્સને પ્રાઈવસી માટે વધુ સારા વિકલ્પો મળશે. રિપોર્ટ અનુસાર, નવા અપડેટ બાદ તમામ પ્રકારની પ્રાઈવસી સેટિંગ્સ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.

 

Back to top button