ગુજરાતદક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, સુરત નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ

Text To Speech

તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા તા.5 અને 6 માર્ચ એમ 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ આગાહી મુજબ આજે વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. અને બપોરે આજ વીજ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ ગુજરાતમા વરસાદ-humdekhengenews

 

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

જાણકારી મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે બપોરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થયા હતા. ભરઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી બીજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમા વરસાદ-humdekhengenews

 

કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

તાજેતરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈન્ડ્યુઝ સાઈઝર સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાનની ભિતી સેવાઈ રહી છે.

આ પણ વાંચો : ખંભાળિયા નજીક ટોલનાકા પર બબાલ, 15થી વધુ લોકોએ હુમલો કરતા મહિલા કર્મી સહિત 3 ઘાયલ

Back to top button