સ્પોર્ટસ

‘મેં એક લિસ્ટ બનાવ્યું છે…’ મોડલ સાથેના વિવાદ બાદ પૃથ્વી શોની પીડા !

Text To Speech

પૃથ્વી શૉમાં પ્રતિભાની કોઈ કમી નથી. જ્યારે તે પોતાની લયમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગનો આક્રમકતાથી સામનો કરે છે. પરંતુ નાની ઉંમરમાં ડેબ્યૂ કર્યા બાદ તે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે તલપાપડ છે. ન્યુઝીલેન્ડ સામેની ટીમમાં એન્ટ્રી મળી, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં રમવાનો મોકો ન મળ્યો.પૃથ્વી - Humdekhengenews

ટીમ ઈન્ડિયામાં માત્ર એન્ટ્રી મહત્વની છે – પૃથ્વી શો
હાલમાં જ પૃથ્વી શો મુંબઈમાં એક મોડલ સાથે વિવાદમાં સપડાયો હતો. મોડલે તેના પર અનેક આરોપો લગાવ્યા હતા. આ તમામ વિવાદો બાદ શૉએ પોતાના દિલની વાત ફેન્સની સામે રાખી છે. શૉએ કહ્યું છે કે તેના માટે માત્ર અને માત્ર ટીમ ઈન્ડિયામાં પ્રવેશ મહત્વનો છે. પૃથ્વી શૉએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે રમવું જ મારા માટે મહત્વનું છે. હું તકો શોધતો રહીશ કારણ કે મેં ટીમ ઈન્ડિયા સાથે હું શું હાંસલ કરવા માંગુ છું તેનું લિસ્ટ બનાવ્યું છે.

આ પણ વાંચો : PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે, ઓસ્ટ્રેલિયન પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ

આટલી મહેનત કરવા છતાં હું ટીમ ઈન્ડિયામાં કેમ નથી – પૃથ્વી શો
પૃથ્વી શૉએ કહ્યું કે ટી-20માં વાપસી કર્યા બાદ મને ઘણું સારું લાગ્યું. ખેલાડીઓને મળ્યા, તેમની સાથે તાલીમ લીધી. મે આનંદ લીધો હા, મને રમવાનો મોકો મળ્યો નથી પરંતુ તેના કરતા પુનરાગમન વધુ મહત્વનું છે. શૉએ વધુમાં કહ્યું કે ક્યારેક એવું લાગતું હતું કે આટલી મહેનત કરવા છતાં હું ટીમ ઈન્ડિયામાં કેમ નથી પરંતુ ક્યારેય મોડું થયું નથી. પૃથ્વી શો ફોર્મમાં છે અને સતત રન બનાવી રહ્યો છે.

Back to top button