બોલિવુડની આ જોડીઓ કે જે આ ફિલ્મો પછી બંધાયા લગ્નના પવિત્ર બંધનમાં

રિતેશ અને જેનેલિયાની ફિલ્મ તુઝે મેરી કસમ બોક્સ ઓફિસ પર કમાલ ન કરી શકી પરંતુ બંન્નેની જોડી બોલિવુડમાં છવાઈ

કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રરાની ફિલ્મ શેરશાહ અને બંન્નેની જોડી સુપરહિટ રહી, જે બાદ તેમની લવસ્ટોરીની શરુઆત થઈ 

બોલિવુડના બીગ બી અને જયા બચ્ચનની ફિલ્મ જંજીરથી બંન્ને એકબીજાને પસંદ કરતા હતા, ફિલ્મને સફળતા મળતા જ બંન્નેએ લગ્ન કરી લીધી હતા

યામી ગૌતમ અને આદિત્ય ધરની લવ સ્ટોરીની શરુઆત ફિલ્મ ઉરીના પ્રમોશન દરમિયાન થઈ હતી. જે બાદ બંન્ને 2021માં લગ્નના બંધનમાં બંધાયા હતા

બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની ફિલ્મ અલોન બાદ બંન્નેએ એકબીજાને ડેટ કરતા હતા, હાલમાં તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ઉમરાવ જાનથી બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, જે બાદ બંન્ને લગ્ન બંધનમાં જોડાયા 

બોલિવુડનું હંમેશા ચર્ચામાં રહેતુ એવું કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફિલ્મ રામલીલા બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા