નેશનલ

નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વેની સવારી થશે મોંઘી..! ટોલ-ટેક્સમાં થઇ શકે છે વધારો..?

Text To Speech

આગામી દિવસોમાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વેની સવારી કરવી મોંઘી થઇ જશે. સૂત્રો અનુસાર ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ટોલ ટેક્‍સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ટોલ ટેક્‍સમાં 5-10 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. ટૈરિફમાં ફેરફાર, National Highways Fee (Determination of Rates and Collection) Rules, ૨૦૦૮ અનુસાર, દર વર્ષે થાય છે.

1 એપ્રિલથી લાગુ થઇ શકે છે નવા દર

રિપોર્ટ અનુસાર નવા દર એક એપ્રિલથી સડક અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગૂ થઈ જશે. રિપોર્ટનું માનીએ તો, કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રિપ 5 ટકા વધારે ટેક્‍સ લેવામાં આવશે અને ભારે વાહનો માટે ટોલ ટેક્‍સમાં 10 ટકાનો વધારો આવી શકે છે. હાલમાં એક્‍સપ્રેસ વે પર 2.19 રૂપિયા પ્રતિ કિમીના હિસાબથી ટોલ ટેક્‍સ વસૂલવામાં આવી રહ્યો છે. 135 કિમી લાંબા, છ લેનના ઈસ્‍ટર્ન પેરફિરેલ એક્‍સપ્રેસ વે અને દિલ્‍હી મેરઠ એક્‍સપ્રેસવે પણ આ વર્ષે દરમાં વધારો કરશે.

increase toll tax
increase toll tax

માસિક પાસ સુવિધામાં ૧૦ ટકાનો થઇ શકે છે વધારો

રિપોર્ટ અનુસાર, ટોલ પ્‍લાઝાના 20 કિમીના એરિયામાં આવતા વિસ્‍તારમાં અપાતા માસિક પાસ સુવિધામાં 10 ટકાનો વધારો કરવામાં આવશે. નેશનલ રોડ ફી રેગ્‍યુલેશન 2008 અનુસાર, યૂઝર ફી પ્‍લાઝાની એક વિશેષ દાયરામાં રહેતા લોકો માટે છુટની કોઈ વ્‍યવસ્‍થા નથી. જો કે, કોઈ નોન કમર્શિયલ ગાડીના માલિક છે અને ચાર્જ પ્‍લાઝાના 20 કિમીની અંદર છે, તો ફી પ્‍લાઝા દ્વારા અનલિમિટેડ યાત્રા માટે નાણાકીય વર્ષ 2022-23 માટે 315 રૂપિયા પ્રતિ મહિનાના દરથી માસિક પાસ લઈ શકશે.

પાછલા વર્ષથી આ વર્ષે 21 ટકા વધારે કલેક્‍શન

નેશનલ હાઈવે પર ટોલ કલેક્‍શનના આંકડાનું એક રિપોર્ટના વિશ્‍લેષણના હવાલેથી કહેવાયું છે કે, નાણાકીય વર્ષ 2022 દરમિયાન નેશનલ હાઈવે પર કલેક્‍ટ કરવામાં આવેલા ટોલ 33881.22 કરોડ રૂપિયા હતું, જે પાછલા વર્ષના કલેક્‍શનથી કમ સે કમ 21 ટકા વધારે હતું.

Back to top button