લાઈફસ્ટાઈલ

ઉનાળામાં ચમકતી ત્વચા મેળવવા માટે અપનાવો આ સરળ ઉપાય

Text To Speech

આજકાલ દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. આ માટે લોકો ફેશિયલ કરી, બ્યુટી ક્રિમ લગાવી વિવિધ પ્રયાસો કરે છે. જો કે, આ બધી વસ્તુઓ સુંદરતામાં વધારો કરે છે. પરંતુ થોડા દિવસો પછી ચહેરો ફરીથી ડાર્કનેસ દેખાવા લાગે છે. સાથે જ આ વસ્તુઓની આડ અસર પણ ઘણા લોકોના ચહેરા પર જોવા મળે છે. જ્યારે ઘણા લોકોને ઈચ્છિત સફળતા મળતી નથી. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં ત્વચાની સુંદરતા જાળવી રાખવી સરળ નથી. આ માટે ચહેરાની સુંદરતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જો તમે પણ ઉનાળાના દિવસોમાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો આ ટિપ્સને અવશ્ય ફોલો કરો.

ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરો
ઘણીવાર લોકો સુંદર દેખાવા માટે બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ ટૂંકા ગાળાનો ઉકેલ છે અને તેનાથી ચહેરા પર વિપરીત અસર પણ થાય છે. આ માટે ઉનાળામાં ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ઘરની વસ્તુઓ જેવી કે દહીં, હળદર, ઓટ્સ વગેરેનો ઉપયોગ કરો. જો તમે ઈચ્છો તો જાયફળને પીસીને તેમાં કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે પેસ્ટને ચહેરા પર લગાવો. તેના ઉપયોગથી ત્વચામાં ચમક આવે છે.

મેકઅપ કરવાનું ટાળો
દરેક સમયે મેકઅપ કરવું એ ચહેરા માટે સારું નથી. સરળ શબ્દોમાં કહીએ તો લાંબા સમય સુધી મેકઅપ ચાલુ રાખવાથી ચહેરાની ચમક ઓછી થઈ જાય છે. આ માટે ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન પહેરો.

વધારે પ્રમામમાં પાણી પીવો
ગ્લોઈંગ સ્કિન માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે. હાઇડ્રેટેડ રહેવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર આવે છે. તેનાથી ચહેરો ચમકતો રહે છે. આ માટે દરરોજ પૂરતું પાણી પીવો. ડૉક્ટરો પણ દરરોજ 2-3 લિટર પાણી પીવાનું જણાવે છે.

Back to top button