ગુજરાતટોપ ન્યૂઝ

નવો ખુલાસો: સોનાની દાણચોરી માટે એરપોર્ટ મેનેજર માટે કોડવર્ડ ‘ડૉક્ટર’, સ્ટાફનો ‘કમ્પાઉન્ડર’

સોનાની દાણચોરીમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં સોનાની દાણચોરી કરવા માટે પ્રવાસીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમાં મુંબઈ એરપોર્ટ પરથી 2.25 કરોડની દાણચોરીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. ત્યારે આ બાબતોનો ખુલાસો થયો છે. અધિકારીઓ સાથે આખી કાર્ટેલ બનાવીને સોનું સુરક્ષિત રીતે એરપોર્ટની બહાર કાઢવામાં આવતું હોય છે.  ડીઆરઆઈએ વસીમ શેખનો મોબાઇલ કબજે લઈને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતમાં પોપ્યુલર બિલ્ડરનું વધુ એક કૌભાંડ, વેવાણ સાથે રૂ.3.25 કરોડની ઠગાઈ કરી

અધિકારીઓ અને કર્મચારીઓના મેળાપીપણામાં સોનું ઘુસાડતો

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઇથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે મેળાપીપણામાં પ્રવાસીઓની 2.2 કરોડના દાણચોરી મામલે ડીઆરઆઇએ જુલાઈ 2022માં કેસ કર્યો હતો, જેમાં દુબઈ નાસી ગયેલા વસીમ ગુલામ દાદુ શેખને મુંબઈ એરપોર્ટ ઉપરથી રેડ કોર્નર નોટિસ (એલઓસી)ના આધારે ઝડપી લેવાયો હતો. આજે ડીઆરઆઈએ વસીમ ગુલામ દાદુ શેખને અમદાવાદ લાવીને તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડીઆરઆઈની તપાસમાં ખૂલ્યું છે કે, મુંબઈનો વસીમ ગુલામ શેખ દુબઈથી દાણચોરીનું સોનું એરપોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓના મેળાપીપણામાં ઘુસાડતો હતો અને તે માટે પ્રવાસીઓને કેવી રીતે સોનાની દાણચોરી કરવી તેની ટ્રેનુંગ પણ આપતો હતો. ડીઆરઆઈએ આરોપી વસીમ ગુલામ શેખની તપાસમાં બહાર આવ્યું છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને લાંચ આપીને કૌભાંડ આચરવામાં આવતું હતું, જેના આધારે ડીઆરઆઈએ વસીમ શેખનો મોબાઇલ કબજે લઈને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ગાયના છાણાં અને 32 પ્રકારની જડીબુટ્ટીઓની વૈદિક હોળી, તૈયાર કિટ બજારમાં આવી

કાળા રંગની હેન્ડ બેગમાંથી રૂ.2.2 કરોડની કિંમતના સોનાના બિસ્કિટ મળી આવ્યા

ડીઆરઆઇને બાતમીના આધારે તા. 9 જુલાઇએ ખાનગી વેશમાં એરપોર્ટમાં પ્રવેશ કરીને દુબઇથી અમદાવાદ આવેલી એમિરેટ્સની ફ્લાઇટના બે પેસેન્જરો સાહિલ ફિરોજખાન પઠાણ અને મોહમ્મદ જીસાન પખાલી પાસેથી કાળા રંગની હેન્ડ બેગમાંથી રૂ.2.2 કરોડની કિંમતના સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. સોનાની દાણચોરી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટર્મિનલ મેનેજર હેમરાજ મીના મદદ કરતા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું. હેમરાજ મીનાની સાથે એરપોર્ટ પર હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ રાખતી બીવીજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ત્રણ માણસો કિરણ રાઠોડ, દીપક પરમાર અને ધરમરાજ મીના મદદ કરતા હતા. જેના આધારે ડીઆરઆઈએ હેમરાજ મીના સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ જામીન પર મુકત થયા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં 200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાશે, જાણો કોને થશે લાભ 

દુબઈથી દાણચોરીથી સોનું લાવનાર વસીમ ગુલામ શેખ વિદેશ નાસી ગયો

બીજી તરફ દુબઈથી દાણચોરીથી સોનું લાવનાર વસીમ ગુલામ શેખ વિદેશ નાસી ગયો હતો. જેના પગલે ડીઆરઆઈએ વસીમ શેખ સામે રેડ કોર્નર નોટિસ (એલઓસી) જારી કરી હતી. આ પછી આરોપીઓ જામીન પર મુકત થયા અને ઘટનાને આઠ માસ થઈ ગયા હોવાથી ડીઆરઆઈ શાંત પડયાનું માનીને વસીમ શેખ મુંબઈ એરપોર્ટ આવતા ઝડપી લઈને ડીઆરઆઈને જાણ કરી હતી. ડીઆરઆઈ વસીમ શેખને અમદાવાદ લાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જયા ડીઆરઆઈના એડવોકેટ ઈમરાન પઠાણએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી દાણચોરી માટે પ્રવાસીઓ તૈયાર કરતો હતો તેની તપાસ કરવાની છે. આરોપી એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓને કેટલા નાણાં આપતો હતો તેની તપાસ કરવાની છે. આરોપી અત્યાર સુધી કેટલા સોનાની દાણચોરી કરી છે તેની તપાસ કરવા માટે રિમાન્ડ મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવાના પ્રદૂષણનું સ્તર વધતાં માનસિક રોગના દર્દી વધ્યા, આંકડો જાણી રહેશો દંગ 

દાણચોરી માટે એરપોર્ટ મેનેજર માટે કોડવર્ડ ‘ડૉક્ટર’, સ્ટાફનો ‘કમ્પાઉન્ડર’

દુબઈમાં દાણચોરોએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજરને ડોકટર અને તેમના સ્ટાફને કમ્પાઉન્ડર તરીકે કોડ આપવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ટર્મીનલ મેનેજર હેમરાજ મીનાએ દાણચોરોની સિન્ડીકેટના સભ્યોને એરપોર્ટની બહાર સહિ સલામત બહાર કાઢવા માટે આખી કાર્ટેલ બનાવી હતી.

Back to top button