વિશ્વની પ્રથમ હોળી ક્યારે રમાઈ હતી? જાણો હોળી વિશેની આ વાત જે તમને નહી ખબર હોય
હોળીનો તહેવાર આવતા જ આપણા મનમાં અલગ-અલગ રંગો દેખાય છે. બાળકો, યુવાનો, વડીલો બધાજ હોળી તહેવાર અબીલ-ગુલાલ તેમજ વિવિધ રંગોની રમઝટ બોલાવે છે એ સાથે જ ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. હોળીના ધાર્મિક મહત્વમાં ભક્ત પ્રહલાદ અને હોલિકાનો ઉલ્લેખ કરવામાં આવે છે. હોળીનો તહેવાર ફાગણની પૂનમે ઉજવવામાં આવે છે. આ વખતે 7 હોળી અને 8 માર્ચે રંગોની હોળી એટલે કે ધૂળેટી ઉજવાશે. પરંતુ શું તમને ખબર છે આ તહેવાર સાથે જોડાયેલ કેટલીક પૌરાણિક કથાઓ પણ છે. અહી આજે દેવલોકમાં રમાયેલ હોળી વિશે વાત કરીશું.
વિશ્વની પ્રથમ હોળી
હોળીના તહેવારની પૌરાણિકતા ભગવાન શિવ અને વિષ્ણુ સાથે જોડાયેલ છે. હરિહર પુરાણની કથા પ્રમાણે વિશ્વની પ્રથમ હોળી દેવોના દેવ મહાદેવે રમી હતી જેમાં પ્રેમ દેવતા કામદેવ અને તેની પત્ની રતિ પણ હતી. આ કથા અનુસાર જયારે ભગવાન શિવ કૈલાશ પર્વત પર સમાધિમાં લીન હતા ત્યારે તારકાસુરનો વધ કરવા માટે પ્રેમ દેવતા કામદેવ અને પત્ની રતિએ ભગવાન શિવને ધ્યાનમાંથી જગાડવા માટે નૃત્ય કર્યું હતું.
આ પણ વાંચો : હોળી રમજો, પરંતુ આંખોનું ધ્યાન પણ રાખજો
કામદેવ અને રતિના નૃત્યથી ભગવાન શિવની સમાધિ ભંગ થઇ તો કોપાયમાન ભગવાન શિવે ક્રોધની અગ્નિથી કામદેવને ભસ્મ કરી નાખ્યો. રતિએ પ્રાયશ્ચિત માટે વિલાપ કર્યો તો અત્યંત દયાળુ ભગવાન શિવે કામદેવને પુન: જીવિત કર્યો. આનાથી પ્રસન્ન થઈને કામદેવ અને રતિએ વ્રજમંડળમાં બ્રહ્મભોજનું આયોજન કર્યું જેમાં બધા દેવી દેવતાઓએ ભાગ લીધો. રતિએ ચંદનનું તિલક કરીને ખુશી વ્યક્ત કરી. એવું કહેવાય છે કે આ દિવસ ફાગણ પૂનમનો હતો.
આ પણ વાંચો : હોળીમાં હવે લાકડાં નહીં પણ ગૌ-કાસ્ટની બોલબાલા
હરિહર પુરાણ અનુસાર બ્રહ્મભોજમાં આનંદિત ભગવાન શિવે ડમરું વગાડ્યું તો ભગવાન વિષ્ણુએ વાંસળી વગાડી હતી. માતા પાર્વતીએ વીણા પર સુરો લહેરાવ્યા તો માતા સરસ્વતીએ વસંતના રાગોમાં ગીત ગાયા. એવું કહેવાય છે કે ત્યારથી દર વર્ષે ફાગણની પૂનમે ગીત, સંગીત અને રંગો સાથે હોળી ઉજવવામાં આવે છે.
શું છે હોળી અને કેવી રીતે ઉજવવામાં આવે છે?
અબીલ-ગુલાલથી હોળી રમતા પહેલા ભગવાન શિવને સમરોઇત કરવું જોઈએ. પોતપોતાની ઈચ્છા અનુસાર આવું કરી શકે તો અતિઉત્તમ. હોલિકા દહનથી રાખ (ભસ્મ) લઈને શિવલિંગ પર અભિષેક કરવાથી પણ સારા ફળ મળે છે. ત્યારબાદ તમે રંગોથી હોળી રમી શકો છો. આ તહેવારથી લોકોમાં પરસ્પર પ્રેમ વધે છે