અમેરિકામાં બર્થડે પાર્ટી દરમિયાન ફાયરિંગ, 2 બાળકોના મોત, 6 લોકો ઘાયલ
અમેરિકામાં બર્થે પાર્ટી દરમિયાન ફાયરિંગની ઘટના બની છે. જ્યોર્જિયાની ડગલસ કાઉન્ટીમાં એક હાઉસ પાર્ટી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગ થતા બે બાળકોના મોત નિપજ્યા હતા અને 6 જેટલા ડગલસ કાઉન્ટીથયા હતા.
અમેરિકાના બર્થડે પાર્ટી દરમિયાન ગોળીબાર
અમેરિકાના જ્યોર્જિયાના ડગલસ કાઉન્ટીમાં હાઉસ પાર્ટી દરમિયાન થયેલા ગોળીબારમાં બે બાળકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. ગોળીબારની ઘટના એટલાન્ટાથી લગભગ 20 માઈલ પશ્ચિમમાં ડગસવિલે શહેરમાં બની હતી. પાર્ટીમાં 100 થી વધુ લોકો એકઠા થયા હતા. સીએનએનના અહેવાલ મુજબ, શનિવારે ડગસવિલેના એક નિવાસસ્થાનમાં 100થી વધુ લોકોએ હાઉસ પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન અચાનક ગોળીબાર શરૂ થયો અને બે બાળકોના મોત થયા.
પોલીસે હાથ ધરી તપાસ
જો કે આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ફાયરિંગની ઘટનામાં કેટલા લોકો સામેલ હતા તે સ્પષ્ટ નથી. પોલીસ આ બધું જાણવાનો પ્રયાસ કરી રહી છે. ડગલસ કાઉન્ટી શેરિફ ઓફિસ ઓફિસર ટ્રેન્ટ વિલ્સને ન્યૂઝ એજન્સી એપીને જણાવ્યું કે શનિવારે રાત્રે 10:30 થી 11:30ની વચ્ચે ફાયરિંગ થયું હતું. ઘરના માલિકના કહેવા પ્રમાણે, તેણે પોતાની દીકરીના 16માં જન્મદિવસ પર આ પાર્ટીનું આયોજન કર્યું હતું.
100 થી વધુ લોકો હતા હાજર
આ પાર્ટીમાં દીકરીના 100થી વધુ મિત્રોએ હાજરી આપી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ગાંજો પીવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેઓએ રાત્રે 10 વાગ્યે પાર્ટી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ગોળીબાર શરૂ થયો હતો. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો : કચ્છમાં વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાનો ભય, વીજળીને કારણે એકનું મૃત્યુ