ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Women’s Premier League : ગુજરાતનો સતત બીજો પરાજય, યુપીએ 3 વિકેટે હરાવ્યું

Text To Speech

વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં યુપીએ ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 169 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ સાત વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો આ સતત બીજો પરાજય છે.

યુપીએ ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું

યુપીએ ગુજરાતને ત્રણ વિકેટે હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતનો આ સતત બીજો પરાજય છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીએ એક બોલ બાકી રહેતા સાત વિકેટે 175 રન બનાવીને ત્રણ વિકેટે મેચ જીતી લીધી હતી. યુપી માટે ગ્રેસ હેરિસે 26 બોલમાં 59 રનની શાનદાર ઈનિંગ રમીને ગુજરાતના જડબામાંથી મેચ છીનવી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કોઈ ટીમે લક્ષ્યનો પીછો કરીને જીત મેળવી છે.

મેચમાં શું થયું?

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે છ વિકેટે 169 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 46 અને ગાર્ડનરે 25 રન બનાવ્યા હતા. દીપ્તિ અને સોફીએ બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં યુપીએ 20 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કિરણ નવગીરે અને દીપ્તિ શર્માએ અડધી સદીની ભાગીદારી સાથે ઈનિંગને સંભાળી હતી, પરંતુ કીમ ગાર્થે પાંચ વિકેટ લઈને ગુજરાતને જીતના ઉંબરે પહોંચાડ્યું હતું. અંતે ગ્રેસ હેરિસે તોફાની અડધી સદી ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.

Back to top button