કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગાંધીધામ ચૂડવા જમીન કૌભાંડ કેસમાં પ્રદીપ શર્માની ભુજ સીઆઈડી ક્રાઇમ ધરપકડ કરી છે. ભુજ સીઆઈડી ક્રાઇમમાં ગાંધીધામ તાલુકાના ચૂડવા જમીન ફાળવણી કેસમાં કોભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કચ્છ પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, આરડીસી ફાન્સીસ સુવેરા અને નગર નિયોજક નટુ દેસાઇ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાય છે.
આ પણ વાંચો: ભક્તો નારાજ: અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયો અને ચીકીનો પ્રસાદ ખુટ્યો
પ્રદીપ શર્માના આઠ તારીખ સુધીના દિવસના રિમાન્ડ મંજૂર
આ કેસમાં આજે પ્રદીપ શર્માની ગાંધીનગર તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમ પ્રદીપ શર્મા ધરપકડ કરીને ભુજ લઈ આવી હતી. ભુજ ખાતે જજના બંગલે પ્રદીપ શર્માના સાત દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. તથા કોર્ટે પ્રદીપ શર્માના આઠ તારીખ સુધીના દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો: સુરત: ક્રિકેટ રમતી વખતે મોતનો સિલસિલો વધ્યો, ઓલપાડના યુવાનનું મોત
પ્રદીપ શર્માના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા
વર્ષ 2004માં ગાંધીધામ તાલુકાના ચૂડવા ગામે જમીન ફાળવણીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓ બજાર કિંમત કરતાં જમીન કિંમત ઓછી બતાવી સરકારી તિજોરી નુકશાન કર્યું હોવાની સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની ધરપકડ કરી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પ્રદીપ શર્માના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: સુરતમાં ઈરાની ગેંગ આતંક મચાવે તે પહેલા પોલીસે સાગરીતોની ધરપકડ કરી
વેલ્સપન કંપનીને પહોંચાડ્યો હતો ફાયદો
ગુજરાતનાં પૂર્વ IAS પ્રદીપ શર્માએ વેલ્સપન કંપનીને નિયમનો ભંગ કરીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત જોડાયેલું હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે.