સુરતમાં વધુ એક યુવાનનું ક્રિકેટ રમતી વખતે મોત થયુ છે. જેમાં ઓલપાડના નરથાણ ગામમાં ઘટના બની છે. તેમાં યુવાન ક્રિકેટ રમતી વખતે બેભાન થયો હતો અને બાદ મોત થયુ હતુ. જેમાં નિમેષ આહીર ક્રિકેટ ફિલ્ડિંગ ભરતી વખતે બેભાન થઇ ગયો હતો. તેમજ ઘટના પૂર્વે નિમેષ આહિરે 14 બોલમાં 42 રન ફટકાર્યા હતો.
આ પણ વાંચો: અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો
ઓલપાડમાં નરથાણ ગામના નિમેષ આહીરનું ક્રિકેટ રમતી વખતે મોત
ગુજરાતમાં ક્રિકેટ રમતી વખતે યુવાનોના મોતનો સીલસિલો વધતો જાય છે. જેમાં આજે ઓલપાડના નરથાણ ગામમાં ઘટના બની છે. તેમજ તાજેતરમાં જ આ રીતે ક્રિકેટ રમતા રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયુ હતુ. રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવતા યુવકનુ મોત થયુ હતું. રાજ્યમાં પહેલા સુરતમાં ક્રિકેટ રમી ઘરે પરત આવતા યુવકને ગભરામણ થઈ જથા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ હતું.
આ પણ વાંચો: ભક્તો નારાજ: અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયો અને ચીકીનો પ્રસાદ ખુટ્યો
સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ
સુરતમાં ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંત નામના યુવકને ગભરામણ થઈ જતા તેને પરિવારને જાણ કરી હતી ત્યાર બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ મોત નિપજ્યુ હતું. પ્રશાંત ભારોલીયા કેનેડામાં સીવીલ એન્જિયરીંગનો અભ્યાસ કરતો હતો. રાજ્યમાં રાજકોટના 4 અને સુરતના 2 યુવકોના મોત આ રીતે થયા હતા. રાજકોટમાં આ પહેલા પણ આવી જ એક ઘટનામાં યુવકનું મોત થયુ હતું. આ પહેલા શહેરના શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મોત થયું હતું.