Ind Vs Aus: અમદાવાદની નિર્ણાયક ટેસ્ટમાં ભારતની મુશ્કેલી વધશે, ઓસ્ટ્રેલિયાનો નવો દાવ
દેશના ક્રિકેટ ફેંસની નજર અમદાવાદમાં થનાર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ પર છે. ભારત આ ટેસ્ટ મેચ જીતીને સિરીઝને પોતાને નામે તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે મેદાનમાં ઉતરશે તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયા આ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ સરભર કરવા માટે મેદાનમાં ઉતરશે. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી શકે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચે ચોથી અને સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ થવા જઈ રહી છે. ઇન્દોરમાં મળેલ હાર પછી ભારતીય ટીમ સતર્ક થઇ ગઈ છે અને અમદાવાદની અંતિમ ટેસ્ટ મેચ જીતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે મેદાનમાં ઉતરશે. પરંતુ ભારતીય ટીમ માટે આ ટેસ્ટ મેચ જીતવી મુશ્કેલ હશે કારણ કે ઓસ્ટ્રેલિયા જીતવાની પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો ભારત પ્રવાસ શરૂ થશે અમદાવાદથી, જાણો શું છે કાર્યક્રમ
રિપોર્ટ અનુસાર, સિરીઝની અંતિમ મેચમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી શકે છે. ઓસ્ટ્રેલિયાના રેગ્યુલર કેપ્ટન પૈટ કમિન્સ માતાની તબિયત સારી ન હોવાથી ઘરે પરત ફર્યો છે. એવામાં તેનું ભારત પરત આવવું હજી કન્ફર્મ નથી.
પૈટ કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની કમાન સ્ટીવ સ્મિથ સંભાળી શકે છે. તમને જણાવી દઈએ કે કેપ્ટન તરીકે સ્ટીવ સ્મિથનું પ્રદર્શન ખૂબ જ સારુ રહ્યું છે. ઇન્દોરમાં પણ કાંગારું ટીમ એની કેપ્ટનશીપમાં જ જીત્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ માટે ટિકિટ બુકિંગ કેવી રીતે કરશો ? જાણો અહી
સ્ટીવ સ્મિથે ભારત સામે 5 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં 2માં જીત અને 2માં હાર થઇ હતી તેમજ એક ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. એવામાં સ્ટીવ સ્મિથ અમદાવાદની આ અંતિમ ટેસ્ટ જીતવા માટેના તમામ પ્રયત્ન કરશે જેથી સિરીઝ સરભર થાય, જયારે ભારતીય ટીમ વાપસી કરવા માટે મેદાનમાં ઉતરશે.
ઓસ્ટ્રેલિયન ટીમ
પૈટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલૈંડ, અલેક્સ કેરી, કૈમરન ગ્રીન, પીટર હૈડસકોમ્બ, જોશ હેજલવૂડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, મેટ કુહનમેન, માર્નસ લેબુશેન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વીસી), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્ટાર્ક
આ પણ વાંચો : ક્રિકેટમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શું હોય છે? જાણો
ભારતીય ટીમ
રોહિત શર્મા (સી), કેએલ રાહુલ (વીસી), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, સૂર્યકુમાર યાદવ, જયદેવ ઉનડકટ
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ – ભારત એક ઇનિંગ્સ અને 132 રને જીત્યું
બીજી ટેસ્ટ – ભારત 6 વિકેટે જીત્યું
ત્રીજી ટેસ્ટ – ઓસ્ટ્રેલિયા 9 વિકેટે જીત્યું
ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ અમદાવાદ