ટ્રેન્ડિંગનેશનલ

વિપક્ષના 9 નેતાઓએ PM મોદીને લખ્યો પત્ર, કેન્દ્રિય એન્જન્સીઓના દુરુપયોગનો આરોપ

વિપક્ષના 9 નેતાઓએ એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ દારૂના કૌભાંડમાં પકડાયેલા મનીષ સિસોદિયાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે.

વિપક્ષોએ PM મોદીને પત્ર લખી કરી આ રજૂઆત

વિરોધ પક્ષોના નેતાઓએ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારી એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. પત્ર લખનારાઓમાં 9 વિરોધ પક્ષોના નેતાઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં તેણે દિલ્હી દારૂ કૌભાંડમાં પકડાયેલા મનીષ સિસોદિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ પત્ર લખનારાઓમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે.

PM મોદીને વિપક્ષનો પત્ર-humdekhengenews

આ 9 નેતાઓએ લખ્યો પત્ર

આ પત્ર લખનારાઓમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઉપરાંત કે ચંદ્રશેખર રાવ, મમતા બેનર્જી, ભગવંત માન, તેજસ્વી યાદવ, ફારુક અબ્દુલ્લા, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવના નામ પણ સામેલ છે.

જાણો પત્રમાં શું કહ્યું

વિપક્ષી નેતાઓએ PM મોદીને સરકારી એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતો પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે “વડાપ્રધાન જી તમે તે વાતથી સહમત હશો કે ભારત એક લોકશાહી દેશ છે. વિપક્ષી નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સતત દુરુપયોગ થઈ રહ્યો છે. જેના કારણે દેશમાં એક નિરંકુશ વ્યવસ્થા સ્થાપિત થઈ રહી છે”, મનીષ સિસોદિયાનું ઉદાહરણ આપતા વિપક્ષી નેતાઓએ કહ્યું કે” સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ દારૂના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેમના પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. આ એક રાજકીય કાવતરું હોવાનું જણાય છે. મનીષ સિસોદિયાની ધરપકડથી દેશમાં લોકો નારાજ છે. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમએ દિલ્હીની શાળાઓમાં સુધારો કરીને પોતાની ઓળખ બનાવી હતી. તેની ધરપકડથી લોકો ખોટો અર્થ કાઢી રહ્યા છે.

સીએમ હિમંતા બિસ્વાનું આપ્યું ઉદાહરણ

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે 2014થી દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની કાર્યવાહી વિરોધ પક્ષોના નેતાઓ વિરુદ્ધ હતી.જે નેતાઓ પછીથી ભાજપમાં જોડાયા હતા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આસામના વર્તમાન સીએમ હિમંતા બિસ્વા સરમાનું ઉદાહરણ આપતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે શારદા ચિટ ફંડ કૌભાંડમાં હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ 2014 અને 2015માં તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી. ભાજપમાં જોડાયા બાદ તેમની સામે તપાસ આગળ વધારવામાં આવી ન હતી.

આ પણ વાંચો : રાજ્યની 6 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 64 .91 કરોડના વિકાસ કામોને મંજૂરી

Back to top button