ગુજરાત

રાજ્યની 6 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 64 .91 કરોડના વિકાસ કામોને મંજૂરી

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની છ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 64.91 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 93 કરોડ 10 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 64.91કરોડ મંજૂર

GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 64.91કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. 22.15 કરોડ અને ભુગર્ભ ગટરના 1 પ્રોજેક્ટ માટે રૂ. 6.04 કરોડ મંજૂર થયા છે. પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં દહેગામ નગરપાલિકાને રૂ. 12 .59 કરોડ 5400 ઘર જોડાણથી અંદાજે 27 હજાર લાભાર્થીઓને આવરી લેવા માટે ફાળવાશે.

પાણી પૂરવઠા પ્રોજેક્ટસ-humdekhengenews

જાણો કઈ નગરપાલિકાઓને કેટલો લાભ મળશે

આંકલાવમાં 562 ઘર જોડાણ અને 2810 જનસંખ્યાને રૂ. 19.56 કરોડના ખર્ચે થનારા પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે.

ગોધરા નગરપાલિકામાં રૂ. 8. 06કરોડના ખર્ચે બે ફેઇઝમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ હાથ ધરાશે અને 500 ઘર જોડાણથી 2500 લોકોને લાભ થશે.

અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકા વિસ્તારના 200 ઘર જોડાણોથી 1 હજાર લોકોને ઘરે પાણી મળશે અને આ પ્રોજેક્ટ માટે રૂ. 5.48 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

વલસાડ નગરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના7269 આવાસોને ઘર જોડાણથી આવરી લઇ 73804 ની જનસંખ્યાને પાણી પહોંચાડવા રૂ. 8.30 કરોડનો પ્રોજેક્ટ આ બેઠકમાં મંજૂર થયો છે. એટલું જ નહિ, વલસાડ નગરમાં ભુગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. 604કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટના પરિણામે 1690 ઘર જોડાણોથી 8449 લોકોને ભુગર્ભ ગટરનો લાભ મળતો થશે.

માંડવી નગરપાલિકાના પાણી પૂરવઠા પ્રોજેક્ટ માટે રૂ. 10. 92 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અન્વયે 403 ઘર જોડાણો અને 2015 લાભાર્થીઓને લાભ મળવાનો છે.

ખંભાતમાં આવા તળાવ નવિનીકરણ માટે રૂ. 8.79 કરોડ અને આમોદ માટે રૂ. 6.60 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો ખંભાતમાં 1 લાખ 17 હજારને અને આમોદમાં 19747 લોકોને લાભ મળતો થશે.

પાણી પૂરવઠા પ્રોજેક્ટસ-humdekhengenews

1 લાખ 9 હજાર 129 લોકો થશે લાભ

સમગ્રતયા આ 6 નગરપાલિકાઓમાં 14334 ઘર જોડાણોથી 1 લાખ 9 હજાર 129 લોકો લાભાન્વિત થશે. GUDMની આ બેઠકમાં ખંભાત, વલસાડ અને આમોદના તળાવોના નવિનીકરણના કુલ રૂ. 22.15 કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે.તદઅનુસાર, વલસાડમાં તળાવ નવિનીકરણ માટે રૂ. 6.76 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો વ્યાપક લાભ અંદાજે 2 લાખ 8 હજાર 678 લોકોને મળશે.

બજેટમાં તળાવોના વિકાસ વગેરે માટે રૂ. 1454 કરોડની જોગવાઇ

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા આ વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. 1454 કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે. GUDM દ્વારા મંજૂર થયેલા વિકાસ કામોમાં આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે.

આ પણ વાંચો : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોંડલ ચોકડી બ્રિજ ખુલ્લો મુકાશે, જાણો શું છે તેની ખાસિયતો

Back to top button