નેશનલ

જો તમારું આધારકાર્ડ પણ 10 વર્ષ જેટલું જૂનું છે, તો તમારે માટે આ સમાચાર જરૂરી છે

Text To Speech

સમયની સાથે ફોટો આઇડીમાં પણ ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આ મામલે હવે 10 વર્ષથી પહેલાંના આધારકાર્ડમાં ફરીથી પોતાના રેટિના અને ફિંગરપ્રિન્ટ આપવા અને તેને અપડેટ કરાવવાનું રહેશે. કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા દિશા-નિર્દેશ બાદ અમદાવાદ મનપાએ પણ કાર્યવાહી હાથ ધરી છે. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે રૂ.50ની ફી પણ ચૂકવવી પડશે.

આ પણ વાંચો : બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

Aadhaar card update

છેલ્લા ઘણાં સમયથી આધારકાર્ડ સંબંધિત સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કેટલાકં લોકોના આધારકાર્ડમાં છેલ્લા 10 વર્ષથી ફેરફાર થાય નથી. જોકે કેટલાક નાણાકીય ફ્રોડ સામે આવતા આધારકાર્ડને અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકારી પસંદ કરેલી બેંકો તથા સિવિક સેન્ટરો પર પણ નવા આધારકાર્ડ કાઢી આપવામાં આવે છે.

10 વર્ષ જૂના આધારકાર્ડમાં ફરીથી બાયોમેટ્રિક પુરાવા લઈને અપડેટ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. આધાર કાર્ડના આધારે સરકારી સેવાઓનો લાભ મળતો હોવાથી તેની વિગતો સમયે-સમયે અપડેટ કરવી જૂરૂરી છે. ત્યારે જૂના કાર્ડને અપડેટ કરાવા જતા સમયે આધારકાર્ડના ઓરિજિનકલ ઓળખના પુરાવાના દસ્તાવેજ અને સરનામાના પુરાવા મેળવી તેને અપડેટ કરી શકાય છે.

આ પણ વાંચો : ઉલટી ગંગા : રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર લગાવ્યો દેશ વિરોધી નિવેદન આપવાનો આરોપ, જાણો ક્યાં આપ્યું આ નિવેદન

જોકે લોકોની સતત ફરિયાદ રહેતી હોય છે કે માત્ર 50 ટોકન આપવાના કારણે વેઈટિંગ ખૂબ લાંબુ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ પોતાના આધારકાર્ડની માહિતી ઓનલાઈન અપડેટ કરવા માંગતી હોય તો તે કરી શકે છે. આ સાથે નજીકના આધારકેન્દ્ર પર જઈને પણ પોતાના દસ્તાવેજને અપડેટ કરાવી માહિતી અપડેટ કરી શકે છે. આ માટે રૂ.50ની ફી પણ લોકોએ ભરવી પડશે.

Back to top button