લાઈફસ્ટાઈલહેલ્થ

તાવ-ઉધરસના વધતા કેસ બાબતે એઈમ્સના ડોકટરે આવું કહ્યું

તાવ અને ઉધરસના અચાનક કેસ વધી ગયા છે, ઘરે ઘરે ખાંસી અને તાવ જોવા મળે છે, અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં પણ અચાનક તાવ ઉધરસના કેસ વધી ગયા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત ઉધરસ અને કેટલાક કિસ્સાઓમાં તાવ સાથે ઉધરસનું કારણ ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર H3N2 છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરમાં ઉધરસ, શરદી અને ઉબકાના વધતા જતા કેસો વચ્ચે એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગ ન કરવા માટે જણાવ્યું છે. IMAએ કહ્યું કે જયારે હવામાન બદલાય છે ત્યારે આવું થતું હોય છે. તાવ પાંચથી સાત દિવસ સુધી રહેશે. IMAની સ્થાયી સમિતિએ કહ્યું કે તાવ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ જશે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.

ફ્લૂના કેસોની સંખ્યામાં સતત વધારાને ધ્યાનમાં રાખી ડોકટરો અને નિષ્ણાતોએ કહ્યું છે કે આવું થવું સામાન્ય છે તેમાં ગભરાવવાની જરૂર નથી. આવું થવા પાછળ તાપમાનમાં થતો ફેરફાર જવાબદાર છે. IMA એ એન્ટિબાયોટિક્સ લેવા માટે ઉતાવળ ન કરવાની સલાહ આપી છે, કારણ કે આ એન્ટિબાયોટિક-પ્રતિરોધ તરફ લઇ જાય છે, તાવ અને ફ્લૂ જેવા લક્ષણો ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો : દેશભરમાં તાવ અને ઉધરસનું ચલણ વધ્યું, ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, ICMR એ જાહેર કરી ગાઇડલાઇન

ICMR દ્વારા રોગો પર બાઝ નજર 

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે H3N2, જે છેલ્લા બે-ત્રણ મહિનાથી બહોળા પ્રમાણમાં જોવા મળે છે, ઈન્ફલ્યુએન્ઝાના H3N2ના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. ICMR એ વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ નેટવર્કના માધ્યમથી શ્વસન વાયરસથી થતા રોગો પર બાઝ નજર રાખે છે. લોકોને વાયરસથી બચવા માટે એક યાદી બહાર પાડી છે, જેમાં શું કરવું જોઈએ અને શું નહીં તે જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : બદલાતા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો, અમદાવાદમાં ન્યુમોનિયાના કેસમાં વધારો

વધુમાં એસોસિએશને જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં ઉધરસ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. આ સંક્રમણ સામાન્ય રીતે લગભગ પાંચથી સાત દિવસ સુધી ચાલે છે. તાવ ત્રણ દિવસ પછી જતો રહે છે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.

બેક્ટેરિયાના જીવતા રહેવા માટે અનુકૂળ વાતાવરણ

સેન્ટર ફોર કોમ્યુનિટી મેડિસિન એઈમ્સના પ્રોફેસર ડૉ. સંજય રાયે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થનારના કેસ ઓછા છે. “આ ફ્લૂનું વાતાવરણ છે. કારણ કે બેક્ટેરિયાને જીવતા રહેવા માટે આ અનુકુળ વાતાવરણ છે. આ કોઈ નવી ઘટના નથી. ઉનાળા પહેલા કે વરસાદની ઋતુમાં આવા કેસ વધતા જાય છે અને આ પ્રકારની વાયરલ રોગો થાય છે.

જો તમારા ઘરમાં પણ કોઈને ખાંસી કે તાવ હોય તો ગભરાવવાની નથી, આવું થવું સામાન્ય છે, વાતાવરણ બદલાતા આવા પ્રકારના લક્ષણો જોવા મળે છે.

Back to top button