વર્લ્ડ

ભારતીય મૂળના US માં રાષ્ટ્રપતિ પદના દાવેદારનો ચીન પર આક્રમક પ્રહાર, કહી આ મોટી વાત

Text To Speech

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના દાવેદાર ભારતીય-અમેરિકન મૂળના વિવેક રામાસ્વામીએ ચીન પર પ્રહાર કરતુ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જો હુ જો હું રાષ્ટ્રપતિ બનીશ તો ચીન સાથે વેપાર પર પ્રતિંબંધ મુકીશ અને સાથે જ FIB પર પણ પ્રતિબંધ મુકવાની વાત તેમણે કરી હતી.

વિવેક રામાસ્વામીએ આપ્યું મોટું નિવેદન

અમેરિકન રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર વિવેક રામાસ્વામીએ કહ્યું કે ત્રણ મુદ્દાઓ – જાતિ, લિંગ અને આબોહવાને કારણે આજે ​​અમેરિકાને મુશ્કેલીમાં મૂક્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેઓ 2024 માં દેશના રાષ્ટ્રપતિ બનશે, તો તેઓ અમેરિકન કંપનીઓને ચીન સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મૂકશે અને ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FIB)નાબૂદ કરશે. અને કહ્યું કે ચીનથી આઝાદી મેળવવવી એ જ આજની વાસ્તવિક સ્વતંત્રતા છે.

અમેરિકા-ચીન-humdekhengenews

સ્વતંત્રતાની ઘોષણા પર હસ્તાક્ષર

રિપબ્લિકન પાર્ટીના વાર્ષિક કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં તેમણે જણાવ્યુ હતુ કે જો આજે થોમસ જેફરસન જીવીત હોત તો તેમણે સ્વતંત્રતાની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા હોત. એટલે જો હુ પ્રમુખ બનીશ તો હું સ્વતંત્રતાની સમાન ઘોષણા પર હસ્તાક્ષર કરીશ. તેમજ તેમણે કહ્યુ કે આ મુદ્દાઓને ઓળખવાનો અને તરફ મજબૂતાઈથી કામ કરવાનો આ સમય છે.

આ પણ વાંચો : જુનાગઢમાં રોપ વે સેવા રહેશે બંધ, આ કારણે લેવાયો નિર્ણય

Back to top button