રાજ્યમાં જરૂરીયાતમંદને મળતા સસ્તા અનાજના માટે સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. છેલ્લા ઘણાં સમયથી સસ્તા અનાજની દુકાનોમાં અને ગોડાઉનમાં અનાજની ગેરરીતિની ફરિયાદો સામે આવી રહી હતી, જેની સામે સરકારે SIT ની રચના કરવાની જાહેરાત કરી છે. જેના માટે તાત્કાલિક રાજ્ય સરકારે 6 અધિકારીની જવાબદારી નક્કી કરી તેમને કામગીરી સોંપી છે.
ગુજરાત સરકારના નિર્ણયથી ગરીબોને મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર અંકુશ આવશે અને આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડક સજા આપી શકાશે. SIT રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારીએ હાથ ધરેલી કાર્યવાહીની સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપશે. SITની રચનાથી સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળશે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એકસૂત્રતા અને અસરકારકતા આવશે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અચાનક દિલ્હી પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું હતું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) દ્વારા ઘઉંનું ખુલ્લા બજારમાં જથ્થાબંધ ગ્રાહકોને વેચાણ કરવાથી સ્થાનિક બજારમાં ઘઉં અને ઘઉંના લોટની કિંમતોને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે. તેના 5 મિલિયન ટન ઘઉંમાંથી, FCIને 15 માર્ચ સુધીમાં જથ્થાબંધ વપરાશકારોને ઓપન માર્કેટ સેલ સ્કીમ (OAMSS) હેઠળ કુલ 4.5 મિલિયન ટન વેચવા માટે કહેવામાં આવ્યું હતું.
આ વેચાણ સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે. OMSS હેઠળ ઘઉંનું વેચાણ, ઘઉંની પ્રાપ્તિનું લક્ષ્યાંક, જાહેર ખાદ્ય કાર્યક્રમો માટે બરછટ અનાજની ખરીદી અને ફોર્ટિફાઇડ ચોખા એ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવેલા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ હતા.
આ પણ વાંચો : વાતાવરણમાં પલટો : સૌરાષ્ટ્ર- ઉ.ગુજરાતના વિવિધ સ્થાનો પર વરસાદ, ભારે પવન સાથે શું છે આજની આગાહી ?