સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા અને સલમાન ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા અને સલમાન ખાનના માતા-પિતાને 25 એપ્રિલ પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સિદ્ધુ મૂસેવાલાના પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે રાજસ્થાનના જોધપુર શહેરની આસપાસના યુવકો ધમકીઓ આપતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, માનસા પોલીસ આ યુવકોને પકડવા માટે રાજસ્થાનમાં દરોડા પાડી રહી છે. આ પહેલા પણ સિદ્ધુ મુસેવાલાને તેના પિતાને મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસામાં 29 મે 2022ના રોજ સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ કેસની તપાસ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ખબર પડી કે ગોલ્ડી બ્રાર-લોરેન્સ બિશ્નોઈ ગેંગે સિદ્ધુ મૂસેવાલાની હત્યા પહેલા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગોલ્ડી બ્રાર-લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર કપિલ પંડિત આ સમગ્ર ઓપરેશનને સંભાળી રહ્યો હતો. પંડિતની નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
પનવેલમાં સલમાન ખાનની રેકી કરવામાં આવી હતી
સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે પ્લાનને અંજામ આપવા માટે મુંબઈના પનવેલ વિસ્તારમાં ભાડાનું મકાન લીધું હતું. પંડિત, સંતોષ જાધવ અને અન્ય ઘણા દિવસો સુધી ત્યાં રોકાયા. સલમાન ખાનનું પનવેલમાં ફાર્મ હાઉસ છે. આરોપીઓએ વિસ્તારની રેકી કરી અને હથિયારો તે જ મકાનમાં રાખ્યા જેમાં તેઓ ભાડે રહેતા હતા. પોલીસ સૂત્રએ જણાવ્યું કે હિટ એન્ડ રન કેસ બાદ સલમાન ખાન ઝડપથી ગાડી ચલાવતો નથી. સલમાન જ્યારે તેના પનવેલ ફાર્મ હાઉસમાં આવે છે ત્યારે તે માત્ર એક જ બોડીગાર્ડ રાખે છે. આ જ કારણ છે કે તેણે પોતાના પ્લાનને અંજામ આપવા માટે પનવેલ પસંદ કર્યું.
આરોપીની ગાર્ડ સાથે મિત્રતા હતી
સૂત્રએ કહ્યું હતું કે, તેઓએ સલમાન ખાન દ્વારા ઉપયોગમાં લેવાતી ગલીઓની રેકી પણ કરી હતી. રસ્તા પર ખાડા પડી ગયા હતા જેના કારણે કારની સ્પીડ ધીમી પડી હતી. આરોપીઓએ તે વિસ્તારની લગભગ 25 કિલોમીટર રેકી કરી હતી. શાર્પ શૂટરે અભિનેતાના ફાર્મ હાઉસ પર તૈનાત ગાર્ડ સાથે પણ મિત્રતા કરી હતી, જેથી તેઓ અભિનેતાની હિલચાલ પર નજર રાખી શકે. તે તેમને કહેતો હતો કે તે સલમાનનો મોટો ફેન છે.