બિઝનેસ

74 રૂપિયાના શેરે ‘બિગ બી’ને કરોડપતિ બનાવ્યો, જાણો 5 વર્ષમાં કેટલું વળતર મેળવ્યું

શેર માર્કેટનો ટ્રેન્ડ આજકાલ વધુ જોવા મળી રહ્યો છે. શેર માર્કેટમાં અણધાર્યું પરિણામ મળે છે. મોટાભાગની સેલેબ્સ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને ઘણી કમાણી કરે છે. ઘણીવાર નાની કંપની પર કરેલ રોકાણ બહુ મોટો ફાયદો કરાવી દે છે. આવું જ ‘બિગ બી‘ સાથે થયું છે. અમિતાભ બચ્ચને સપ્ટેમ્બર 2018માં ડીપી વાયરના શેર માત્ર 74 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. આ સ્મોલકેપ શેરે 5 વર્ષમાં લગભગ પાંચ ગણું વળતર આપીને બિગ-બીને સારી કમાણી કરી આપી છે. જાણી એ કેટલુ ઇન્વેસ્ટ કર્યું અને કેટલી કમાણી કરી.

બોલિવૂડના શહેનશાહ અને ‘બિગ બી’ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન એક નાની કંપનીના શેર પર ઇન્વેસ્ટ કરી બમ્પર કમાણી કરી રહ્યા છે. તેમના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ એક નાની કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં 5 ગણું વળતર આપ્યું છે. હકીકતમાં વર્ષ 2017માં વાયરિંગ કંપની ડીપી વાયરનો IPO બહાર પડ્યા હતા. આ IPOમાં અમિતાભ બચ્ચને ઇન્વેસ્ટ કરી પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું.

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર નિવેદન આપતા સર્જાયો વિવાદ,જુઓ શું કહ્યું

એસ ઇક્વિટી પર ઉપલબ્ધ ડેટા અનુસાર, અમિતાભ બચ્ચન નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા લિસ્ટેડ ડીપી વાયર્સમાં 3,32,800 શેર અથવા 2.45% હિસ્સો ધરાવે છે. આ કંપનીના IPO બહાર પડ્યા પછી ‘બિગ બી’એ તેના શેરમાં ઇન્વેસ્ટ કર્યું હતું. ‘બિગ બી’ પાસે સપ્ટેમ્બર 2018થી આ કંપનીના શેર છે.

આ પણ વાંચો : ‘કૌન બનેગા કરોડપતિ’ થશે બંધ ? 14મી સિઝનનાં અંતે ભાવુક થયા બીગ બી !

5 વર્ષમાં 5 ગણો ફાયદો

ડીપી વાયર્સના શેરના ભાવમાં 4.87 ગણો ઉછાળો આવ્યો છે. 3 સપ્ટેમ્બર 2018ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં કંપનીના શેર રૂ. 74ના સ્તરે હતા. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર, છેલ્લા ટ્રેડિંગ ડે એટલે કે 3 માર્ચ, 2023ના રોજ કંપનીના શેર 359.85 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને 488.92 કરોડ રૂપિયા થઈ ગયું છે. સપ્ટેમ્બર 2018માં તે રૂ. 100.40 કરોડના સ્તરે હતો. આમ 5 વર્ષમાં 5 ગણો ઉછાળો આવ્યો.

આ પણ વાંચો : અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રેકોર્ડ ઘટાડો! માર્કેટમાં આટલો જ હિસ્સો બચ્યો છે

2.5 કરોડના 12 કરોડ થયા

લગભગ 5 ગણું વળતર આપતા આ સ્મોલકેપ શેરે ‘બિગ-બી’ને સારી કમાણી કરી છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો તેણે લગભગ 20 ટકા વળતર આપ્યું છે. જ્યારે બિગ બીએ આ શેરોમાં ઇન્વેસ્ટ કર્યું ત્યારે રોકાણની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હતી, જે વધીને લગભગ 12 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમ 2.5 કરોડના 5 વર્ષમાં 12 કરોડ થઇ ગયા.

Back to top button