વિશ્વભરમાં પાસ ChatGPT પણ ભારતમાં ફેલ! આ પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપી ના શક્યું
ChatGPT છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આખી દુનિયામાંથી અનેક લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે આ ChatGPT ખાસ કરીને તેના જવાબ આપવાની સ્ટાઇલથી લોકોમાં ચર્ચા ચગાવી છે. અને આ AI ChatGPT ને દુનિયાભરમાંથી અનેક મોટી પરીક્ષાઓ પાસ કરી છે ત્યારે તે ભારતમાં ફેલ થયું છે.
100 માંથી માત્ર 54 સવાલોના જવાબ આપી શક્યું
ChatGPT ભારતીય સિવિલ સર્વિસ પરીક્ષામાં ફેલ થયું છે. આ UPSC વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. એનાલિટિક્સ ઈન્ડિયા મેગેઝીને ChatGPTને UPSC સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા જેમાં તે ફેલ થઈ છે. મેગેઝિને UPSC પ્રિલિમ્સ 2022 ના પ્રથમ પેપરમાંથી 100 પ્રશ્નો પૂછ્યા, જેના જવાબો ઈન્ટરનેટ પર છે. તેમ છતા પણ આ 100 સવાલોમાંથી તે માત્ર 54 સવાલોના જવાબ જ આપી શક્યું. અને વર્ષ 2021 માં જનરલ કેટેગરીમાં કટઓફ 87.54 ટકા હતું. એટલે આ હિસાબે ChatGPT UPSCની પરિક્ષા પાસ નથી કરી શક્યું.
આ વિષયોના જવાબ આપવમાં ફેલ
જો કે, ChatGPT પરની માહિતી માત્ર સપ્ટેમ્બર 2021 સુધી મર્યાદિત છે. આ કારણે તે વર્તમાન ઘટનાઓનો જવાબ આપી શકતો નથી. પરંતુ ChatGPT ભૂગોળ અને અર્થશાસ્ત્રના જવાબ પણ ખોટા આપ્યા હતા. એટલુ જ નહી પરંતુ તેને ઈતિહાસના પણ જવાબ ખોટા આપ્યા હતા. તેમજ ChatGPT એ પ્રકૃતિ સાથે જોડાયેલા પ્રશ્નોના પણ ભ્રામક જવાબો આપ્યા હતા.
આ પણ વાંચો : WPL2023 : મહિલાઓ માટે ફ્રી ટિકિટ, પુરુષો માટે 100 રુ., જાણો કેવી રીતે બુક કરશો ?