સ્પોર્ટસ

WPL2023 : મહિલાઓ માટે ફ્રી ટિકિટ, પુરુષો માટે 100 રુ., જાણો કેવી રીતે બુક કરશો ?

Text To Speech

BCCI મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની શરુઆત આજથી થઈ ગઈ છે. IPLની જેમ BCCIએ WPLનું આયોજન કર્યું છે. ત્યારે આ WPLમાં દર્શકોને સ્ટેડિયમમાં લાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મહિલાઓ માટે ટિકિટ બિલકુલ ફ્રી હશે તેમ જણાવવામા આવ્યું છે.

WPL2023-humdekhengenews

મહિલાઓ માટે ફી અને પુરુષો માટે 100 રુ. ટીકીટ

આજથી વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે. ત્યારે આ મેચમાં BCCIએ મહિલાઓ માટે ટિકિટ ફ્રી રાખી છે, અને પુરૂષો માટે પણ ખૂબ જ ઓછી કિંમત એટલે કે 100 રુ. ટિકિટ રાખી છે. ત્યારે તમે ઓનલાઈન આ ટીકીટ કેવી રીતે બુક કરાવી શકો છો તેના વિશે અમે તમને માહિતી આપીશું.

WPL2023-humdekhengenews

આ રીતે કરો ટીકીટ બુક

સૌ પ્રથમ તમારે BookmyShow વેબસાઇટ અથવા એપ્લિકેશન પર જવું અને જેમાં મેચ રમાઈ રહી હોય તેની તેને પસંદ કરો

તમને અહીં તમામ મેચોની યાદી દેખાશે તેમાંથી તમે જે મેચ જોવા માગો છો તેને પસંદ કરો. અને Book Now બટન પર ક્લિક કરો

આ મેચની પસંદગી કર્યા પછી તમે તમારી સીટ પસંદ કરી શકો છો અને તમે તેમા તમારે જેટલી સીટ જોઈતી હોય તેટલી સીટ પસંદ કરી શકો છો

આ બધુ પસંદ કરાય પથી તમારે ઓર્ડર માટે થોડી રાહ જોવી પડશે. ત્યાર બાદ Proceed to book બટન પર ક્લિક કરવાનું રહેશે.

આ પ્રોસેસ પુરી થયા પછી એક રિવ્યૂ ઓર્ડરનું એક પેજ ખુલશે. જેમા તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આ બધું ભરવાનું રહેશે.

ત્યાર બાદ તમારે પેમેન્ટની રકમ ચૂકવવાની રહેશે. આ રકમ ચૂકવવા તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને ઈ-વોલેટ્સ જેવા કોઈપણ વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો.

રકમની ચૂકવણી કર્યા પછી તમને તમારા ઈમેલ અને ફોન નંબર પર કન્ફર્મેશન મળશે.

તમે ટિકિટ કાઉન્ટર પર કન્ફર્મેશન મેસેજ બતાવીને મેચના દિવસે તમારી ટિકિટ મેળવી શકો છો. અને તમે BookmyShow વેબસાઈટ અથવા એપ પરથી ઈ-ટિકિટ પણ ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો : આરોગ્ય મંત્રીએ 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી, જાણો શું છે તેની વિશેષતા

Back to top button