ટોપ ન્યૂઝનેશનલ

મનીષ સિસોદિયા હોળી જેલમાં જ વિતાવશે, 10 માર્ચે જામીન અરજી પર થશે સુનાવણી

Text To Speech

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર 10 માર્ચે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન CBIએ કોર્ટ પાસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે કેસની તપાસ ક્યાં સુધી પહોંચી? સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો ન હતો. મનીષ સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દયાન ક્રિષ્નને રિમાન્ડ વધારવાની સીબીઆઈની અરજીનો વિરોધ કર્યો હતો. ક્રિશ્નને દલીલ કરી હતી કે સીબીઆઈ માટે રિમાન્ડ વધારવાની માંગ કરવી યોગ્ય નથી. સિસોદિયાના વકીલે કહ્યું કે તેમની પત્ની છેલ્લા 20 વર્ષથી બીમાર છે, તેથી તેમને જામીન પર છોડવામાં આવે. જોકે કોર્ટ દ્વારા મનિષના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

સિસોદિયાની હાજરીને કારણે કોર્ટની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. આ પહેલા શુક્રવારે સિસોદિયાએ નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે કહ્યું કે તેમણે સીબીઆઈને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. જ્યારે પણ તેમને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેઓ આવ્યા છે. તેમણે કહ્યું કે આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, તેઓ ડેપ્યુટી સીએમનું મહત્વનું બંધારણીય પદ સંભાળી રહ્યા છે અને સમાજમાં તેમના મૂળિયાં છે.

મનીષ સિસોદિયાએ ગયા અઠવાડિયે કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.બીજી તરફ, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં પાર્ટી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ જોતા તેમની હાજરી પહેલા કોર્ટની બહાર CRPF તૈનાત કરવામાં આવી હતી.

Back to top button