નેશનલ

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો ભારત પ્રવાસ શરૂ થશે અમદાવાદથી, જાણો શું છે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દિન પ્રતિદિન વિદેશમાં પણ વધી રહી છે. જેના જ પગલે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 માર્ચથી ભારતની 4-દિવસીય મુલાકાતે આવશે. જેમનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને મહત્વપૂર્ણ ખનિજો સહિતના ઘણા ક્ષેત્રોમાં એકંદરે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવાનો છે. ગયા વર્ષે મે મહિનામાં વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે.

આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતની સરકારી મુલાકાતે આવશે. અલ્બેનીઝની સાથે વેપાર અને પર્યટન પ્રધાન ડોન ફેરેલ અને ઉત્તરી ઓસ્ટ્રેલિયા મેડેલીન કિંગ ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાત લેશે.

આ પણ વાંચો : દેશભરમાં તાવ અને ઉધરસનું ચલણ વધ્યું, ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, ICMR એ જાહેર કરી ગાઇડલાઇન

ખાસ વાત એ છેકે ભારતના વડાપ્રધાન સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનીઝ હોળીના દિવસે 8 માર્ચે અમદાવાદ પહોંચશે. આ પછી 9 માર્ચે મુંબઈ જશે અને તે જ દિવસે દિલ્હી આવશે. માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને પીએમ મોદી 9 માર્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં બંને દેશોની ટેસ્ટ મેચ પણ નિહાળી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને સાથે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવાનું આમંત્રણ આંપ્યુ છે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કિક્રેટ મેચના 75 વર્ષની ઉજવણીને લઈ બંને દેશના વડાપ્રધાનો ભાગ લેશે. ભારત-ઓસ્ટ્રેલિયાના PM મેચ દરમિયાન કોમેન્ટ્રી કરે તેવી પણ શક્યતા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાવાની છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાના છે.

આ પણ વાંચો : US: નિક્કી હેલીએ કહ્યું- પાકિસ્તાન એક ડઝન આતંકવાદી સંગઠનોનું ઘર છે, તેને આર્થિક મદદ ન મળવી જોઈએ

આ પહેલી વાર બનશે કે જ્યારે પીએમ મોદી પોતાના નામના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની મજા માણશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચના બંને દેશોના વડાપ્રધાનો સાક્ષી બનશે. વડા પ્રધાન મોદી અને ઑસ્ટ્રેલિયન પીએમ વાર્ષિક શિખર સંમેલન કરશે, જેમાં ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહકારના ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે બંને પરસ્પર હિત સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ માટે ટિકિટ બુકિંગ કેવી રીતે કરશો ? જાણો અહી

Back to top button