ગુજરાત

આરોગ્ય મંત્રીએ 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી, જાણો શું છે તેની વિશેષતા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પથરાયેલા 800 થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે.આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે.

આરોગ્ય મંત્રી 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરી

આજે ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વધુમાં મંત્રીએ 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.

108 મોબાઈલ એપ-humdekhengenews

ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ

આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. આક્સમિક પરિસ્થિતિઓમાં દર્દી , સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા 108 ની એમબ્યુલન્સને જ યાદ કરે છે. 108 એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથે ના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.

108 મોબાઈલ એપ-humdekhengenews

108 સિટીઝન મોબાઈલ એપ્લીકેશનની વિશેષતાઓ

સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે કે જ્યાં108 ઈમરજન્સી સેવા સંપૂર્ણ પેપરલેસ અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે.

108 ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધિ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios 108 સીટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવેલ છે.

108 સીટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કાર્ય સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ધટના સ્થળે બોલાવી શકાય છે.

કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની લેટ-લોંગ સહીત સચોટ માહિતી માહિત ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે.

કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે અને ત્વરિત સચોટ માહિતી મોબાઈલ એપ થકી મેળવી શકાશે

108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતિત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે.

108 સીટીઝન મોબાઈલ એપમાં 7000 કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે.

ખાસ કરીને પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી 24 કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી , ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે.

રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.

ધટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે, જેથી કોલ કરનાર અને દર્દીને સેવા માટે વધુ વિશ્વસનીયતા પ્રતિપાદિત થઇ શકશે.

08 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે

108 સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે

108 મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે

આ પણ વાંચો : ઈન્ડોનેશિયાઃ જકાર્તાના સરકારી ઓઈલ સ્ટોરેજ ડેપોમાં ભીષણ આગ, 17ના મોત, અનેક ઘાયલ

Back to top button